બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટો ખુલાસો, હજી 3 મહિના પહેલા જ વિમાનનું એક એન્જિન...
Last Updated: 12:35 PM, 18 June 2025
Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. દુર્ઘટનાનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાસ્તવમાં મીડિયા અહેવાલો મુજબ 12 વર્ષ જૂના આ વિમાનના રાઇડ સાઇડ એન્જિનનું તાજેતરમાં સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્રણ મહિના પહેલા માર્ચ 2025માં તેને બદલવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદથી લંડન જતું આ વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો પછી ક્રેશ થયું હતું અને તેમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં એક મુસાફર સિવાય તમામ 241 લોકોના મોત થયા હતા.
ADVERTISEMENT
સૂત્રોએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાના આ વિમાનને જૂન 2023 માં વિગતવાર જાળવણી તપાસ પણ આપવામાં આવી હતી અને તેના આગામી રાઉન્ડની તપાસ આ વર્ષે ડિસેમ્બરમાં સુનિશ્ચિત કરવામાં આવી હતી. જોકે આ અંગે કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી. એપ્રિલમાં એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે વીમા કવર રૂ. 750 કરોડથી વધારીને રૂ. 850 કરોડ કર્યું. અમદાવાદમાં થયેલી દુર્ઘટના એક દાયકા કરતાં વધુ સમયમાં દેશમાં થયેલી સૌથી ખરાબ હવાઈ અકસ્માતોમાંની એક છે. આ દુર્ઘટના ઉડ્ડયન વીમા ક્ષેત્રને હચમચાવી નાખે તેવી અપેક્ષા છે અને કુલ દાવો દેશમાં સૌથી મોંઘો હોવાનો અંદાજ છે જે લગભગ રૂ. 3,000 કરોડ છે.
Ahmedabad plane crash probe
— narne kumar06 (@narne_kumar06) June 18, 2025
AI 171’s right engine was replaced just 3 months ago
Right-side engine of Air India’s nearly 12-year-old aircraft that crashed on June 12 had been overhauled & installed as recently as March 2025,sources told Business Today TV. https://t.co/rLUbhR8xsZ
ADVERTISEMENT
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી ફ્લાઇટ નંબર AI 171 મેઘાણી નગરમાં એક મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. જેમાં 241 મુસાફરો સહિત લગભગ 270 લોકો માર્યા ગયા. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર આ અકસ્માતમાં એકમાત્ર બચી ગયા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : Air Indiaની વધુ એક ફ્લાઇટ પરત ફરી, કારણ જાણશો તો પગ નીચેથી જમીન સરકી જશે
એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ એક મોટો વિસ્ફોટ થયો અને ભયંકર આગ લાગી. અકસ્માત બાદ વિમાનના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેના કારણે ડીએનએ મેચિંગ બાદ તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. અમદાવાદ અકસ્માત બાદ DGCA એ એર ઇન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને આવા વિમાનોની સઘન તપાસ માટે આદેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતની તપાસ માટે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.