ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિગ્નલ તોડતાં બે વાર વિચારજો! અમદાવાદમાં રાત્રે 12 સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે

અમદાવાદ / સિગ્નલ તોડતાં બે વાર વિચારજો! અમદાવાદમાં રાત્રે 12 સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે

Published By: Jay Bhatt

Last Updated: 08:59 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રાત્રે પણ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળે છે, ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

Gujarat: અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ ટ્રાફિકનું ભારણ જોવા મળે છે. શહેરમાં એસ.જી. હાઈવે સહિતના અનેક વ્યસ્ત રસ્તાઓ પર રાત્રે પણ ભયંકર ટ્રાફિન જોવા મળે છે.

ટ્રાફિકનું ભારણ રહે છે

એક તરફ એસ.જી હાઈવે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ઓવરબ્રિજ તેમજ અંડર બ્રિજ જેવા કામો ચાલી રહ્યા હોવાથી ટ્રાફિકનું ભારણ રહે છે. સવારે ઓફિસ જવા સમયે તેમજ સાંજે ઓફિસના છુટવા સમયે તો સ્થિતિ બેકાબૂ બની જાય છે.

vtv app promotion

પીક અવર્સમાં થાય છે ભયાનક ટ્રાફિક

શહેરમાં કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં રાત્રે 10 વાગ્યા બાદ પણ વાહનવ્યવહારનો ઘસારો જોવા મળે છે. ટ્રાફિકની વિકરાળ પરિસ્થિતિને ધ્યાને રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં ડ્યુટી સમયસીમામાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી રાત્રિના પીક અવર્સમાં પણ વધુ સક્ષમ વ્યવસ્થા જાળવી શકાય.

હવે રાત્રે 12 ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં રાત્રિ દરમિયાન ઓવર સ્પીડિંગના કારણે અકસ્માતના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે અમદાવાદ શહેરમાં હવે રાત્રે 12 સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોઈન્ટ પર રાત્રે પોલીસ તહેનાત રહેતા હોવાથી વાહનચાલકો પર નિયંત્રણ રહેશે અને નિયમભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી પણ શક્ય બનશે.

વધુ વાંચો : જૂનાગઢમાં મેંદરડા ગામ નજીક બનેલી દુર્ઘટનામાં બે યુવાનોનાં કરુણ મોત

સમસ્યા ઓછી થવાની આશા

ટ્રાફિક પોઈન્ટ પર પોલીસકર્મીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. શિફ્ટમાં ફેરફાર કરીને રાત્રિના 11થી વધારી 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા અમલમાં આવતા હવે આ સમસ્યામાં થોડો ઘટાડો જોવા મળશે તેવી આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Traffic police Gujarat news Ahmdabad news

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ