બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય-પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જફ્રેમ થયાં, નીચું માથું રાખીને કોર્ટમાં આવ્યો

અમદાવાદ / 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય-પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જફ્રેમ થયાં, નીચું માથું રાખીને કોર્ટમાં આવ્યો

Priykant Shrimali

Last Updated: 02:21 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસમાં તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષની અંદર ચાર્જફ્રેમ, હવે ટ્રાયલ શરૂ

Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ પર 20 જુલાઈ 2023ની મધરાત્રે થયેલી ભયાનક દુર્ઘટનામાં 9 નિર્દોષ લોકોના જીવ દાવ પર લગાવનાર તથ્ય પટેલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે ઝડપી કાર્યવાહી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે તથ્ય સામે ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરી સાક્ષીઓનાં નિવેદન શરૂ કરવા સ્પષ્ટ હુકમ આપ્યો હતો. આ તરફ હવે અમદાવાદ રૂરલ સેસન્સ કોર્ટમાં તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ બંને સામે ચાર્જફ્રેમ કરી દેવામાં આવ્યા છે.

તથ્ય પટેલ ને કોર્ટમાં ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ હાજર કરાયો હતો અને જજે તમામ કલમો વાંચી સહી લેવડાવી. હવે આ કેસના મુખ્ય સાક્ષીઓની જુબાની શરૂ થવાની છે, જેને કારણે બે વર્ષથી અટવાયેલો ટ્રાયલ હવે ગતિ પકડશે.

1684 પાનાની ચાર્જશીટ અને 191 સાક્ષીઓ

અકસ્માત બાદ ફક્ત સાત જ દિવસમાં પોલીસ દ્વારા 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. ચાર્જશીટમાં 14 દસ્તાવેજી પુરાવાઓ, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, 191 સાક્ષીઓનાં વિગતો, CRPC 164 હેઠળ 8 મહત્વના નિવેદનો, 15 FSL રિપોર્ટ, અકસ્માતમાં ઘાયલ 12 વ્યક્તિઓનાં મેડિકલ પુરાવા અને કુલ 25 પંચનામા સમાવેશ કરાયા છે. આ સાથે તેમાં તથ્યનાં સાથે રહેલા તેના 5 મિત્રો પણ મહત્વનાં સાક્ષી છે.આ સમગ્ર તપાસ ટ્રાફિક વિભાગના ACP એસ.જે. મોદી અને PI વી.બી. દેસાઇની આગેવાની હેઠળ 17 પોલીસ અધિકારીઓની ટીમે પૂર્ણ કરી હતી.

IPC 304 સહિત અનેક કલમો હેઠળ કાર્યવાહી

તથ્ય પટેલ સામે નીચેની કલમો લાગુ છે.

IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 સાથે મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 189, 134

IPC 304 હેઠળ 10 વર્ષનાં કેદની જોગવાઈ છે. તથ્યે આ કલમમાંથી ડિસ્ચાર્જ મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે, જે હજી પેન્ડિંગ છે.

141 કિમી ઝડપે દોડતી જેગુઆર, 9નાં મોત અને 12 ઘાયલ

તથ્યે જેગુઆર કારને 141 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવતા નિયંત્રણ ગુમાવી ભીડમાં ઘુસાડતા 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 12 લોકો ઘાયલ થયા હતાં. હજી પણ એક વ્યક્તિ કોમામાં છે. આ ઘટના પછીથી તથ્યને ક્યાંયથી જામીન મળ્યા નથી. બે વર્ષથી તે સાબરમતી જેલમાં છે. તેને ફક્ત બે વખત જ તાત્કાલિક જામીન મળ્યા હતા, એક વાર દાદાના નિધન સમયે અને બીજી વાર માતાના ઓપરેશન માટે.

ટ્રાયલ હવે ઝડપી ગતિએ શરૂ થવાની સંભાવના

રાજ્ય સરકારે આ કેસને “ફાસ્ટ-ટ્રેક” ગણાવી સાત દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી, પરંતુ તથ્યે હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરતા સેસન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ અટક્યા હતા. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ હવે આ અટકેલી પ્રક્રિયા પુરી થઈ છે. હવે આગળનાં દિવસોમાં સાક્ષીઓની પુછપરછ શરૂ થશે અને ગુનાની ગંભીરતા જોતા ટ્રાયલ પણ ઝડપી ગતિએ આગળ વધવાની સંભાવના છે. બીજી તરફ પીડિતો દ્વારા દાખલ કરાયેલી વધુ તપાસની અરજી પણ હજી પેન્ડિંગ છે.

આ પણ વાંચો : 'દર 20 તારીખે પોલીસવાળા હપ્તો લઈ જાય છે' ઉનામાં મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ, દારુબંધી કાગળ પર

શું હતી સમગ્ર ઘટના ?

19 જુલાઈની મધરાત્રે, એટલે કે 20 જુલાઈ 2023ની શરૂઆતની ક્ષણોમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ ઝડપે કાર દોડાવતાં ભીડ પર ચડી ગઈ અને આંખની પલકોમાં 9 પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા. આ ઘટનાએ આખા ગુજરાતમાં જ નહીં દેશભરમાં ચર્ચા જગાવેલી. અકસ્માતના બે વર્ષ બાદ આજે કેસ ફરી ગતિ પકડી રહ્યો છે અને ન્યાયની પ્રક્રિયા તેના મહત્વનાં પડાવે આગળ વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tathya Patel Ahmedabad ISKCON Bridge Accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ