બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દર 20 તારીખે પોલીસવાળા હપ્તો લઈ જાય છે' ઉનામાં મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ, દારુબંધી કાગળ પર

ઉના / 'દર 20 તારીખે પોલીસવાળા હપ્તો લઈ જાય છે' ઉનામાં મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ, દારુબંધી કાગળ પર

Priyankka Triveddi

Last Updated: 12:29 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UNA News: ઉના વાસેજ ગામની મહિલા બુટલેગરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે પોલિસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

UNA News: ઉનાના વાસેજ ગામમાં રહેતી એક મહિલા બુટલેગરની તરફથી કરવામાં આવેલા ગંભીર આક્ષેપો હાલ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં મહિલાએ જણાવ્યું છે કે તે દર મહિને 3 હજારથી લઈને 18 હજાર સુધીનો હપ્તો વિવિધ પોલીસકર્મીઓને ચૂકવે છે. તેના જણાવ્યા પ્રમાણે દીવ–ઉનાની ચેકપોસ્ટથી લઈને સ્થાનિક બીટ જમાદાર સુધી, અનેક પોલીસકર્મીઓ તેને સતત હપ્તા માટે દબાણ પણ કરે છે.

હપ્તો આપ્યા પછી દારૂના વેપારની ‘મંજૂરી’ મળતી હોવાનો આક્ષેપ

વાયરલ વીડિયોમાં મહિલાએ ખુલાસો કર્યો છે કે “પૈસા આપ્યા વગર ધંધો કરવાની મંજૂરી પોલીસ આપતી નથી.” તેના જણાવ્યા મુજબ 18 હજારનો હપ્તો નિયમિત રીતે જાય છે અને આ રકમ દરેક સ્તરે આવેલા પોલીસ સ્ટાફ સુધી પહોંચે છે. તેણે એ પણ દાવો કર્યો કે પોલીસકર્મીઓ હપ્તો વસૂલીને જ બુટલેગરોને દારૂના ગેરકાયદેસર વેપાર માટે ‘પરમીશન' આપે છે અને આ પ્રક્રિયામાં D સ્ટાફ સુધીનો હિસ્સો જાય છે.

ચેકપોસ્ટથી બીટ જમાદાર સુધી ‘કટકી’ પહોંચાડવાનો દાવો

મહિલા બુટલેગરે વીડિયોમાં સ્પષ્ટ રીતે નામ અને સ્તરનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું છે કે દીવ–ઉનાની ચેકપોસ્ટ પર પણ તે નિયમિત ‘કટકી’ મોકલે છે. સ્થાનિક બીટ જમાદાર અને અન્ય અધિકારીઓ સુધી પણ હપ્તાની રકમ પહોંચાડવામાં આવે છે. આ ખુલાસાઓથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારના દારૂના ગેરકાયદેસર ધંધા પાછળ પોલીસ તંત્રનો સીધો કે આડકતરી રીતે હાથ હોવાનો ગંભીર સંકેત મળી રહ્યો છે.

આ પણ વાંચો: માથા પર ટાઇલ્સ મારી યુવકની હત્યા, સુરતમાં 24 કલાકમાં 3જી હત્યાથી મચ્યો હડકંપ

vtv app promotion

વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહીની પારદર્શકતા પર સવાલ

વીડિયો વાયરલ થતાં હવે ઉના પોલીસના કાર્યપદ્ધતિ અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો પણ સોશિયલ મીડિયા પર પોલીસની તપાસ અને ન્યાયિક પ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનો પ્રશ્ન એ છે કે જો પોલીસ જ ગેરકાયદેસર ધંધાને ‘હપ્તા’ના આધારે સંરક્ષણ આપતી હોય તો આવા ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કેવી રીતે શક્ય બને? વાયરલ વીડિયો બાદ તપાસ શરૂ થઈ શકે છે. પરંતુ હાલ સુધી સત્તાવાર પુષ્ટિ કે નિવેદન બહાર આવ્યું નથી.

જો કે આ મહિલાનો વિડીયો એ એક વાયરલ વિડીયો છે અને આ વાયરલ વીડિયો અંગે vtvgujarati.com કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Una News Bootlegger Case Police Corruption
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ