બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાળાઓએ પાંચમા માળેથી માર્યો ધક્કો, પારિવારિક ઝઘડામાં બનેવીને પતાવી દીધાનો આક્ષેપ

ક્રાઈમ / સાળાઓએ પાંચમા માળેથી માર્યો ધક્કો, પારિવારિક ઝઘડામાં બનેવીને પતાવી દીધાનો આક્ષેપ

Jay Bhatt

Last Updated: 11:31 AM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દિવસને દિવસે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાઈબીજના પવિત્ર દિવસે સાળાઓએ બનેવીની હત્યા કરી હોવાની આક્ષેપથી તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

Ahmedabad News : છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદમાં હત્યા જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અવારનવાર હત્યાના અહેવાલો પ્રકાશિત થતા હોય છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે.

હત્યાના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાયો

દિવાળીમાં ભાઈબીજનો તહેવાર પવિત્ર માનવામાં આવે છે, જ્યાં પરિવાર હશી ખુશીથી ભેગો થતો હોય છે. જો કે અમદાવાદમાં ભાઈબીજના દિવસે જ સાળાઓએ બહેનના પતિ એટલે કે બનેવીની હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ કર્યો છે. શહેરના વાડજમાં હત્યાની ઘટના બની હતી. આ બનાવના પગલે આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

પાંચમાં માળેથી ફેંકીને હત્યા કર્યાનો આક્ષેપ

પોલીસના સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બહેન ત્રાસ આપતા હોવાથી બનેવીની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવેશ મકવાણાની સાળાઓએ પાંચમા માળેથી ફેંકી હત્યા કરી હોવાનું કહેવાય છે. ભાવેશભાઈ વ્યવસાયમાં રિક્ષા ચલાવવતા હતા.

vtv app promotion

ભાઈઓએ બનેવીને ઢોર માર માર્યો

ભાવેશભઈની પત્નીના ભાઈઓ ઘરે આવી પહોંચ્યા હતા. કોઈ કારણોસર ઝઘડામાં પત્નીના ભાઈઓએ ભાવેશભાઈને ઢોર માર માર્યો હતો. વાડજ વિસ્તારના સેક્ટર-3, સી બ્લોકમાં ઘટના બની હતી. વાડજ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો : 'અબકી બાર મોદી સરકાર' લખનાર પીયૂષ પાંડેનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સુરત અને ભરૂચમાં સાળાની હત્યા

અમદાવાદમાં બનેવીની હત્યા કરવામાં આવી હતી, જો કે અગાઉ ભાઈબીજના દિવસે ગુજરાતમાં બે હત્યાના બનાવો બન્યા હતા. જેમાં સુરતમાં સાળા-બનેવીના પવિત્ર સંબંધોને કલંક લગાડતો એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. ભાઈબીજના પવિત્ર દિવસે જ બનેવીએ પોતાના સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. સુરત ઉપરાંત ભરૂચમાં ભાઈબીજે પારિવારિક ઝઘડામાં બનેવીએ પોતાના સાળાની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crime news Ahmedabad Police Ahmedabad news
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ