ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'અબકી બાર મોદી સરકાર' લખનાર પીયૂષ પાંડેનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દુખદ / 'અબકી બાર મોદી સરકાર' લખનાર પીયૂષ પાંડેનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Published By: Jay Bhatt

Last Updated: 10:58 AM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જાહેરાત ઉદ્યોગનો અવાજ શાંત પડી ગયો. અડવર્ટાઈઝ જગતના જાદુગર પીયૂષ પાંડેનું અવસાન થયું છે.

ADVERTISEMENT

Piyush Pandey Passed Away: ભારતીય અડવર્ટાઈઝ જગતના જાણીતા પીયૂષ પાંડે હવે આપણી વચ્ચે રહ્યા નથી. આજે (ગુરુવારે 24 ઓક્ટોબર 2025) 70 વર્ષની વયે તેમનું અવસાન થયું છે.

'અબકી બાર મોદી સરકાર'નું સૂત્ર આપ્યું હતું

પીયૂષ પાંડેએ ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં એશિયન પેઇન્ટ્સની 'હર ખુશી મેં રંગ લાયે', કેડબરીની 'કુછ ખાસ હૈ', ફેવિકોલની આઇકોનિક 'એગ' જેવી જાહેરાતો આજે પણ સામાન્ય લોકોની યાદોમાં છવાયેલી છે. પીયૂષ પાંડેએ 'અબકી બાર મોદી સરકાર'નું સૂત્ર આપ્યું હતું. આ ઉપરાંત તેમણે 'મિલે સુર મેરા તુમ્હારા' ગીત પણ કંપોઝ કર્યું હતું.

પીયૂષ પાંડેનો જયપુરમાં જન્મ થયો હતો

પીયૂષ પાંડેનો જન્મ રાજસ્થાનની રાજધાની જયપુરમાં થયો હતો. તેઓ એડવર્ટાઈઝ જગતમાં નાની ઉંમરે જોડાઈ ગયા હતા. તેમણે અને તેમના ભાઈ પ્રસૂન, રોજિંદા ઉત્પાદનો માટે રેડિયો જિંગલ્સ પર સૌપ્રથમ અવાજ આપ્યો હતો. તેમણે 1982માં ઓગિલ્વીમાં જોડાતા પહેલા ક્રિકેટ, ચા ચાખવા અને બાંધકામમાં ઝંપલાવ્યું હતું, જો કે ઓગિલ્વીમાં જ તેમને પોતાનો વ્યવસાય મળ્યો હતો.

vtv app promotion

વધુ વાંચો : VIDEO: 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2' માં બિલ ગેટ્સની એન્ટ્રી, સ્મૃતિ ઈરાની સાથે જોવા મળી ઝલક

ભાઈ એક જાણીતા ડિરેક્ટર છે

પીયૂષ પાંડેના ભાઈ પ્રસૂન પાંડે એક જાણીતા ડિરેક્ટર છે. જ્યારે તેમની બહેન ઇલા અરુણ પણ ગાયિકા અને અભિનેત્રી છે. પીયૂષ પાંડેના પિતા બેંકમાં નોકરી કરતા હતા. 90 દશકની સૌથી લોકપ્રિય એડ 'હમારા બજાજ', 'ઠંડા મતલબ કોકા કોલા'ની જાહેરાતોથી પ્રખ્યાત થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News piyush pandey passes away piyush pandey News

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ