બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO: 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2' માં બિલ ગેટ્સની એન્ટ્રી, સ્મૃતિ ઈરાની સાથે જોવા મળી ઝલક

મનોરંજન / VIDEO: 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2' માં બિલ ગેટ્સની એન્ટ્રી, સ્મૃતિ ઈરાની સાથે જોવા મળી ઝલક

Last Updated: 11:30 PM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' બિલ ગેટ્સની હાજરીથી ઈતિહાસ રચવા જઈ રહ્યો છે, જે માતા અને બાળ આરોગ્ય પર સંદેશ આપશે. સ્મૃતિ ઈરાનીએ આને 'ભારતીય ટેલિવિઝન માટે ઐતિહાસિક ક્ષણ' ગણાવી, જે સામાજિક જાગૃતિને મનોરંજન સાથે જોડશે.

સ્ટાર પ્લસ ભારતના અગ્રણી એન્ટરટેઇનમેન્ટ ચેનલોમાંની એક છે, જે ઉચ્ચ ક્વોલિટી કન્ટેન્ટ અને ટેલિવિઝનના ઇતિહાસમાં આઇકોનિક શો માટે જાણીતું છે. આ ચેનલનો સૌથી લોકપ્રિય શો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' તેની નવી સીઝનમાં પણ દર્શકોના દિલમાં સ્થાન જાળવી રહ્યો છે. અચાનક આવતા ટ્વિસ્ટ, ભાવનાત્મક વળાંકો અને દરરોજના હાઇ-વોલ્ટેજ ડ્રામાની ડોઝ સાથે આ શો દર્શકોને ટીવી સ્ક્રીન સાથે ચોંટી રાખે છે.

આ શોની લોકપ્રિય અભિનેત્રી સ્મૃતિ ઈરાની, જેઓ તુલસી વિરાણીનું પાત્ર ભજવે છે, તેમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ શોની ખાસ પહેલ વિશે વાત કરી. તેમણે જણાવ્યું, "આ ભારતીય ટેલિવિઝન માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. લાંબા સમયથી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યનો મુદ્દો ચર્ચામાં પાછળ રહ્યો છે. 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' માત્ર એક શો નથી, પરંતુ એક આંદોલન છે, જે આપણા સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. બિલ ગેટ્સ સાથે મળીને અમે એ બતાવી રહ્યા છીએ કે જ્યારે માતાઓ સ્વસ્થ હોય છે, ત્યારે બાળકો ખીલે છે અને સમાજ મજબૂત બને છે."

vtv app promotion

બિલ ગેટ્સ સાથે સહયોગ: ઐતિહાસિક પળ

સ્મૃતિ ઈરાનીએ બિલ ગેટ્સ સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું, "મને ગર્વ છે કે છેલ્લા ત્રણ મહિનામાં અમે બોડી શેમિંગ, ઉંમર વધવાની પ્રક્રિયા, વર્કપ્લેસ હેરેસમેન્ટ અને દહેજ સંબંધિત ખોટા કેસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા છે. હવે અમે માતૃત્વ અને બાળકોના સ્વાસ્થ્ય પર એક અગત્યનો સંદેશ લાવ્યા છીએ, જેને હવે બિલ ગેટ્સ જેવી વૈશ્વિક હસ્તીનું સમર્થન પણ મળી રહ્યું છે."

આ પણ વાંચો: સમગ્ર દેશમાં SIR લાગુ કરવાની પૂરજોશમાં તૈયારીઓ, ચૂંટણી પંચે રાજ્યોને આપી સૂચના

શોમાં ભાવનાત્મક ટ્વિસ્ટ અને ડ્રામા

શોમાં બિલ ગેટ્સનું આગમન ખૂબ જ રોમાંચક હશે. તેઓ તુલસી સાથે મળીને માતા અને બાળકોના સ્વાસ્થ્ય પર એક ખાસ અને પ્રેરણાદાયી સંદેશ શેર કરશે. આ ટીવી ઇતિહાસની એક યાદગાર અને પ્રેરણાત્મક ક્ષણ બની રહેશે. આ શોની નવી સીઝનમાં પણ ભાવનાત્મક ટ્વિસ્ટ અને ડ્રામાનો દોર ચાલુ રહેશે, જે દર્શકોને દરેક એપિસોડમાં નવો ઉત્સાહ આપશે. 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' એક એવો શો છે જે મનોરંજનની સાથે સાથે સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ ઉજાગર કરે છે. બિલ ગેટ્સની સંડોવણી આ શોને વધુ ખાસ બનાવે છે, અને તે દર્શકો માટે એક નવો અનુભવ લઈને આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smriti Irani - Bill Gates Kyunki Saas Bhi Kabhi Bahu Thi Emotional Drama
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ