બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat AAP president Gopal Italia will contest from Surat's Katargam seat

BIG BREAKING / ઈટાલિયા-સોરઠિયા સહિત ચાર ધુરંધરોને AAPએ સુરતમાં ઉતાર્યા, જાણો કોણ કઈ બેઠક પર લડશે

Published By: Dhruv

Last Updated: 10:43 AM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ટ્વિટ. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે.

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ટ્વિટ
  • ગોપાલ ઇટાલિયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે
  • રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે: કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, આ સિવાય AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે તો ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે.

કરંજ બેઠક પરથી મનોજ સોરઠીયા ચૂંટણી લડશે: કેજરીવાલ
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.'

અલ્પેશ કથીરિયા વરાછા અને ધાર્મિક માલવિયા ઓલપાડથી ચૂંટણી લડશે

Image

અત્યાર સુધીમાં કુલ 12 યાદી AAPએ જાહેર કરી દીધી

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 158 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં વધુ બે દિગ્ગજોના નામ ઉમેરાતા AAPના કુલ ઉમેદવારોની સંખ્યા હવે 160 થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે, AAPએ ગઇકાલે વધુ 7 ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી હતી. અત્રે નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં ચાર એવાં દિગ્ગજ ચહેરા છે કે જેઓને AAPએ સુરતની જ 4 બેઠકો પરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂૂંટણી લડશે, મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે, અલ્પેશ કથીરિયાને વરાછાની બેઠક પરથી ટિકિટ લડશે જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gopal Italiya Gujarat elections 2022 ગુજરાત ઇલેક્શન 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠીયા Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ