બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભવનાથમાં ડાલામથ્થાની લટાર, શિકારની શોધમાં રસ્તા પર આવ્યા 3 સિંહ, વીડિયો વાયરલ
Last Updated: 08:27 AM, 21 November 2025
Bhavnath Lion Video : જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ફરી એક વખત એશિયાટિક સિંહો જોવા મળ્યા છે. મોડી રાત્રે શિકારની શોધમાં નીકળેલા 3 સિંહો મુખ્ય માર્ગ પર લટાર મારતા નજરે ચડ્યા હતા. સ્થાનિક લોકોએ બનાવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે વન વિભાગના આરામગૃહ પાસેની દીવાલ પર સિંહોએ કુદકા મારી આગળનો રસ્તો પકડી લીધો હતો. અચાનક રસ્તાના મધ્ય ભાગમાં સિંહોને જોઈ વાહનચાલકો પણ થોડી ક્ષણો માટે ઉભા રહી ગયા. કેટલાક ચાલકોએ સિંહોને અવરોધ ન થાય તે માટે પોતાની ગાડીઓ સાઈડમાં કરી તો કેટલાકે દૂરથી જ સિંહોની લટારનો વીડિયો કેપ્ચર કર્યો.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સિંહની લટાર
— Priykant Journalist (@Priykantnews) November 21, 2025
શિકારની શોધમાં 3 સિંહ રસ્તા પર આવ્યા
વન વિભાગના આરામગૃહ પાસેથી સિંહે કુદી દીવાલ#Junagadh #Bhavnath #lion #forest #lionviralvideo #viralvideo pic.twitter.com/e1uAjkIyoI
ADVERTISEMENT
ગીર,, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સિંહોના આવાગમનના બનાવો અવારનવાર બનતા રહે છે. ઘણી વાર સિંહો શિકારની શોધમાં વસ્તી વિસ્તારમાં પ્રવેશે છે, તો ક્યારેક પાલતુ પ્રાણીઓ પર હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવે છે. જોકે આ વખતે સિંહોએ કોઈ પ્રાણી પર હુમલો કર્યા વગર વિસ્તાર પરિભ્રમણ કરીને પાછા વનમાં પ્રવેશ કર્યો.

ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો લોકોમાં ઉત્સુકતા તો જગાવે જ છે, પરંતુ સાથે સિંહોના વધતા માનવ સંસર્ગ વિશે ચિંતા પણ ઊભી કરે છે. નિષ્ણાતો માને છે કે, વધતા વન્યજીવ સંવર્ધનને કારણે સિંહોની સંખ્યા અને તેનો વિસ્તાર બંને વધી રહ્યાં છે, જેના કારણે આવા દૃશ્યો હવે સામાન્ય બને છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.