બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પલસાણામાં, 23 જિલ્લાના 107 તાલુકામાં વરસાદ નોંધાયો

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પલસાણામાં, 23 જિલ્લાના 107 તાલુકામાં વરસાદ નોંધાયો

Last Updated: 09:59 AM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન પર અસર જોવા મળી રહી છે

1/6

photoStories-logo

1. રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 જિલ્લાના કુલ 107 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકનો સરેરાશ વરસાદ 0.69 ઇંચ નોંધાયો છે. ચોમાસાની સક્રિયતાના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પાલસાણા તાલુકામાં

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પાલસાણા તાલુકામાં નોંધાયો છે, જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 7.99 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ સુરતના બારડોલીમાં 7.76 ઇંચ, વલસાડના ઉમરગામમાં 7.72 ઇંચ અને સુરતના મહુવામાં 7.52 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માલિયા હાટીનામાં 7.01 ઇંચ, સુરતના અંબિકામાં 6.46 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 4.72 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અનેક તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ અનેક તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 5.24 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 5.20 ઇંચ, માંગરોળમાં 4.76 ઇંચ અને ભેસાણમાં 4.21 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 3.35 ઇંચ, ગોંડલમાં 2.83 ઇંચ અને જામકંડોરણામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના બગસરામાં 2.05 ઇંચ, રાજુલામાં 1.77 ઇંચ, અમરેલી શહેરમાં 1.57 ઇંચ અને ભાવનગરના મહુવામાં 0.94 ઇંચ વરસાદ પડ્યો છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે. વલસાડના વાપીમાં 7.44 ઇંચ, પારડીમાં 4.45 ઇંચ અને વલસાડ શહેરમાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના વાલોડમાં 4.02 ઇંચ, વ્યારામાં 3.62 ઇંચ અને ડોલવણમાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગંદેવીમાં 3.03 ઇંચ, નવસારી શહેરમાં 2.91 ઇંચ, વાંસદામાં 2.64 ઇંચ અને જલાલપોરમાં 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના સાગબારામાં 3.27 ઇંચ, ચિકડામાં 1.30 ઇંચ અને તિલકવાડામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ધંધૂકામાં 1.54 ઇંચ વરસાદ પડ્યો

મધ્ય ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 1.54 ઇંચ વરસાદ પડ્યો જ્યારે ધોળકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. વડોદરાના પાદરામાં 1.69 ઇંચ, છોટાઉદેપુરના કવાંટમાં 2.20 ઇંચ, નસવાડીમાં 1.10 ઇંચ અને સંખેડામાં 0.98 ઇંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કાલોલમાં 1.42 ઇંચ, દાહોદના દેવગઢ બારિયામાં 0.83 ઇંચ અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 2.08 ઇંચ વરસાદ નોંધાયો

પ્રદેશવાર વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 2.08 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 0.84 ઇંચ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 0.16 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 0.01 ઇંચ અને સમગ્ર રાજ્યમાં સરેરાશ 0.69 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનતા આગામી દિવસોમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Report Heavy Rain Gujarat Gujarat Rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ