બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / GST Council Meeting : 28% GST to be levied on full value of gaming, horse racing, casinos

GST કાઉન્સિલ / મલ્ટીપ્લેક્સમાં હવે ખાવાનું સસ્તું, જાણો શું સસ્તું, શું મોંઘું, GST કાઉન્સિલમાં લેવાયા મોટા નિર્ણય

Hiralal

Last Updated: 08:36 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કાઉન્સિલે મલ્ટીપ્લેક્સ ફૂડ પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કર્યો છે તો સામે ઓનલાઈન ગેમિંગ, કેસિનો પરનો GST વધારીને 28 ટકા કરી નાખ્યો છે.

  • GST કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ
  • મલ્ટીપ્લેક્સ ફૂડ પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કરાયો
  • ઓનલાઈન ગેમિંગ, કેસિનો પર હવે લાગશે 28%

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં GST કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો, ઘોડીસવારી પર 28 ટકા જીએસટી લગાડવાની મંજૂરી આપી દીધી છે. આને કારણે આ ત્રણ સેવાઓ મોંઘી બની જશે તો ફૂડ અને બેવરેજ પરના 18 ટકાના ટેક્સને ઘટાડીને 5 ટકા કરતાં મલ્ટીપ્લેક્સમાં ખાવાનું સસ્તું મળશે. 

જીએસટી ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી 
કાઉન્સિલે જીએસટી ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી આપી દીધી છે. જીએસટી ટ્રિબ્યુનલની રચના થવાથી કરદાતાઓને મોટી રાહત મળશે. ટ્રિબ્યુનલની રચના બાદ જીએસટીને લગતા વિવાદોનું સરળતાથી સમાધાન થઈ જશે.

કેન્સરની દવાઓ પર IGST ઝીરો
કાઉન્સિલે ઇમ્પોર્ટેડ કેન્સરની દવાઓ પર IGST ઝીરો કરવાનો પણ નિર્ણય લીધો છે જેને કારણે  ટિનુટક્ઝિમેબની આયાતી દવા સસ્તી થઈ શકે છે. પહેલા તેની પર 12 ટકા  IGST લાગતો હતો જે હવે ઘટાડીને ઝીરો કરાયો છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા છે.

ગેમિંગ-હોર્સ રેસિંગ-કેસિનો પર 28 ટકા જીએસટી
કાઉન્સિલે ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનો પર 28 ટકા જીએસટી લાગુ પાડવાનો નિર્ણય લીધો છે તે ઉપરાંત વાહનોના રજિસ્ટ્રેશન પર જીએસટીનો હિસ્સો પણ ગ્રાહક રાજ્યને આપવામાં આવશે. 

સિનેમા હોલમાં ફૂડ અને બેવરેજ પરના ટેક્સમાં ઘટાડો 
જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા અન્ય મહત્વના નિર્ણયોની વાત કરીએ તો સિનેમા હોલમાં ફૂડ અને બેવરેજ (ઠંડા પીણા) પરનો ટેક્સ ઘટાડીને 5 ટકા કરાયો છે જેને કારણે સિનેમાહોલમાં ફિલ્મપ્રેમીઓને ખાવા-પીવા માટે ખિસ્સા ઢીલા નહીં કરવા પડે.

માછલીના પેસ્ટ પરના જીએસટીમાં ઘટાડો 
માછલીના પેસ્ટ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે, તેથી આ પેસ્ટ પણ સસ્તું મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ