બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Growth in eight core sectors slows down

વૃદ્ધિદર / મોદી સરકારને વધુ એક ફટકો, અર્થતંત્રની કરોડરજ્જૂ સમાન 8 ઉદ્યોગોમાં વિકાસદર ઘટ્યો

Divyesh

Last Updated: 10:06 AM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્થિક વિકાસ દર છેલ્લા છ વર્ષના સૌથી નીચા સ્તર પર પહોંચ્યા બાદ હવે દેશના મહત્વના ઉદ્યોગોના વૃદ્ધિ દરમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના આઠ બુનિયાદી ઉદ્યોગોની વૃદ્ધિની ઝડપ જુલાઇમાં ઘટીને 2.1 ટકા જોવા મળી છે.

આ ઘટાડો કોલસો, કાચુ તેલ (ઓઇલ), પ્રાકૃતિક ગેસ તેમજ રિફાઇનરી વસ્તુઓના ઉત્પાદનમાં ઘટડાના કારણે આવ્યો છે. આ અંગેની જાણકારી આધિકારીક આંકડાઓ પરથી મળી છે.

ગત વર્ષે જુલાઇમાં અર્થવ્યવસ્થામાં આઠ મહત્વના ક્ષેત્રો કોલસો, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, રિફાઇનરી ઉત્પાદન, ફર્ટિલાજર્સ, સ્ટીલ, સીમેન્ટ તેમજ વીજળી ઉત્પાદનોનો વૃદ્ધિ દર 7.3 ટકા રહ્યો હતો.
 


કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે જાહેર કરવામાં આકડા મુજબ કોલસો, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ તેમજ રિફાઇનરી ઉત્પાદનો વૃદ્ધિ દર જુલાઇમાં નેગેટીવ રહ્યો છે. એપ્રિલ-જૂલાઇની વચ્ચે આઠ ઉદ્યોગોનો વૃદ્ધિ દર ત્રણ ટકા રહ્યો હતો, જે ગત વર્ષની સમાન સરખામણીમાં 5.9 ટકા દરથી આગળ વધ્યો હતો.

ઇસ્પાત ક્ષેત્રમાં વૃદ્ધિ દર ઘટીને 6.6 ટકા રહ્યો, જે જુલાઇ 2018માં 6.9 ટકા હતો. આ જ રીતે સીમેન્ટ ક્ષેત્રનો વૃદ્ધિ દર 11.2 ટકાથી ઘટીને  7.9 ટકા રહ્યો. જ્યારે વીજળી ક્ષેત્રનો વૃદ્ધિ દર જુલાઇમાં 4.2 ટકા રહ્યો. ગત વર્ષે આ જ મહિનામાં 6.7 ટકા હતો.
 


ચાલુ વર્ષમાં એપ્રિલ-જુલાઇ વચ્ચેના ચાર મહિનાના સમય દરમિયાન પ્રાથમિક ઉદ્યોગોની વૃદ્ધિદરની ટકાવારી અડધી એટલે કે ત્રણ ટકા જોવા મળી. આ અગાઉ નાણાંકીય વર્ષના  પ્રથમ તબક્કામાં પ્રાથમિક ઉદ્યોગોનો વૃદ્ધિ દર 5.9 ટકા રહ્યો હતો.

આ વર્ષે એપ્રિલ મહિનાથી સતત પ્રાથમિક ઉદ્યોગોનો વૃદ્ધિ દર નીચે જઇ રહ્યો છે. એપ્રિલમાં પ્રાથમિક ઉદ્યોગોનો વૃદ્ધિ દર 5.2 ટકા રહ્યો હતો, જે એપ્રિલ 2018માં 5.8 ટકા હતો. મે મહિનામાં ઘટીને 4.3 ટકા અને જૂનમાં 0.7 ટકા પર આવી ગયો.

આ અગાઉ ગત દિવસોમાં જૂન મહિનાના ત્રિમાસિક આર્થિક વિકાસ દરના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. જે છ વર્ષના સૌથી નીચેના સ્તર પર જોવા મળ્યાં હતા. અપ્રિલ-જૂન મહિનામાં વિકાસ દર ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે.

જો કે આર્થિક વિકાસ દરના આંકડા આવ્યા બાદ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે જ્યારે પુરી દુનિયાની અર્થવ્યવસ્થામાં જ્યારે મંદી જોવા મળી રહી છે ત્યારે ભારતના આર્થિક વિકાસ દર પાંચ ટકા રહેવો એ કોઇ ઓછો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Economy Growth business અર્થતંત્ર વિકાસ Growth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ