બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરકારી કર્મચારીઓ ખાસ વાંચે, કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
Last Updated: 03:25 PM, 16 April 2025
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ સરકારના કર્મચારીઓના DAમા વધારો જાહેર કરાશે. સરકાર DAમા 2% વધારો કરશે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૬ ટકાનો વધારો કરવામાં આવેલ છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યુ કે, આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો : BRTSના અકસ્માતનો કેસ, પરિવારજનોમાં આક્રોશ, વિપક્ષે તંત્ર સામે કર્યા પ્રહાર
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તામંત્રીએ ઉમેર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુરત / મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ સામે જ સરકાર અને સેના પર ઠાલવી હૈયાવરાળ
Priyankka Triveddi
સુરત / ‘પપ્પા અહીં સ્વેટર સારા મળે છે, તમારા માટે લાવું?’, મોત પહેલા આ હતા શૈલેષભાઈના શબ્દો
Priykant Shrimali
ગુજરાત / 'ત્રણ વાર કલમાં બોલ્યા અને જે હિંદુ હતા તેને...', મૃતક શૈલેષ કળથિયાના દીકરાએ જણાવી આપવીતી
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.