બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Budget / Budget 2026-27 / બજેટ સત્રમાં ઈન્કમ ટેક્સ કાયદામાં ફેરફાર માટે સરકાર રજૂ કરી શકે બિલ, કરદાતાઓને આટલા ફાયદા

નેશનલ / બજેટ સત્રમાં ઈન્કમ ટેક્સ કાયદામાં ફેરફાર માટે સરકાર રજૂ કરી શકે બિલ, કરદાતાઓને આટલા ફાયદા

Last Updated: 03:53 PM, 22 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી બજેટ સત્રમાં નવું ઇન્કમ ટેક્સ બજેટ રજૂ થઈ શકે છે. CBDTએ સમીક્ષાની દેખરેખ રાખવા અને કાયદાને સંક્ષિપ્ત, સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરી હતી.

2025ના બજેટમાં સરકાર એક નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જેથી દેશનો 64 વર્ષ જૂનો કાયદો બદલાઈ શકે છે. આ નવા બિલનો ઉદ્દેશ્ય હાલના આવકવેરા કાયદાને સરળ બનાવવાનો, તેને સમજી શકાય તેવો બનાવવાનો અને પેજની સંખ્યામાં લગભગ 60 ટકાનો ઘટાડો કરવાનો છે. અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈના બજેટમાં 6 દાયકા જૂના આવકવેરા કાયદા 1961ની 6 મહિનાની અંદર વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ કે આ નવા કાયદામાં શું હોઈ શકે છે.

સૂત્ર મુજબ જાણવા મળી રહ્યું છે કે, નવું ઇન્કમ ટેક્સ બિલ સંસદના બજેટ સત્રમાં રજૂ કરાશે. આ એક નવો કાયદો હશે નહીં કે હાલના કાયદામાં સુધારો. કાયદા મંત્રાલય દ્વારા કાયદાના ડ્રાફ્ટ પર વિચારણા કરવામાં આવી રહી છે અને તેને બજેટ સત્રના બીજા ભાગમાં સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. જેમાં પ્રથમ ભાગ (31 જાન્યુઆરી-13 ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધનથી શરૂ થશે. પછી 2024-25 માટે ઇકોનોમિક સર્વે રજૂ થશે. નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ માટે સંસદ 10 માર્ચે ફરી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.

  • સમિતિની કરવામાં આવી હતી રચના

ઇન્કમ ટેક્સના કાયદા 1961ની વ્યાપક સમીક્ષા માટે નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત બાદ CBDTએ સમીક્ષાની દેખરેખ રાખવા અને કાયદાને સંક્ષિપ્ત, સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરી હતી. તેનાથી વિવાદો, કેસ ઘટશે અને ટેક્સપેયર્સને વધુ કર નિશ્ચિતતા મળશે. આ સિવાય કાયદાના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે 22 ખાસ પેટા સમિતિઓની રચના કરવામાં આવી છે. ભાષાનું સરળીકરણ, કેસમાં ઘટાડો, અનુપાલનમાં ઘટાડો અને બિનજરૂરી/અપ્રચલિત જોગવાઈઓમાં જનતા પાસેથી સૂચનો અને માહિતી મંગાવવામાં આવી છે. જેમાં ઇન્કમ ટેક્સ વિભાગને કાયદાની સમીક્ષા માટે હિતધારકો તરફથી 6500 સૂચનો મળ્યા છે.

વધુ વાંચો : સંસદનું બજેટ સત્ર આ તારીખથી શરૂ, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે સામાન્ય બજેટ

  • ટેક્સની માત્રા ઘટાડાશે
    સૂત્રો મુજબ જોગવાઈઓ અને પ્રકરણોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે અને અપ્રચલિત જોગવાઈઓ દૂર કરાશે. પર્સનલ આવકવેરા, કોર્પોરેટ ટેક્સ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, ભેટ અને મિલકત સબંધિત આવકવેરા અધિનિયમ 1961 માં હાલમાં લગભગ 298 કલમો અને 23 પ્રકરણો છે. સૂત્રો મુજબ ઇન્કમ ટેક્સમાં લગભગ 60 ટકા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જુલાઈ 2024ના  બજેટ ભાષણમાં સીતારમણે કહ્યું હતું કે સમીક્ષાનો ઉદ્દેશ્ય કાયદાને સંક્ષિપ્ત, સ્પષ્ટ, વાંચવામાં અને સમજવામાં સરળ બનાવવાનો છે. તેનાથી વિવાદો અને કેસ ઘટશે, જેનાથી કરદાતાઓને કર નિશ્ચિતતા મળશે. આનાથી કેસમાં ફસાયેલી માંગ પણ ઘટશે જેને 6 મહિનામાં પૂર્ણ કરવાનો પ્રસ્તાવ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax Bill Nirmala Sitaraman Budget
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ