ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Gondal, Parasottam Rupala folded his hands again and apologized to the Kshatriya community

રાજકોટ / ગોંડલમાં રૂપાલાએ બે હાથ જોડી ફરી ક્ષત્રિય સમાજ માંગી માફી, જયરાજસિંહે કહ્યું વિવાદ પૂર્ણ

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:51 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: પરશોતમ રૂપાલાએ કહ્યું કે, મારી ભૂલનો હું જ જવાબદાર છું અને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માંગું છું,

ADVERTISEMENT

પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ વિવાદ ભારે વકર્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં પરશોતમ રૂપાલા સામે નારાજગી વધતા ગોંડલ ખાતે ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજાઈ છે.  જે બેઠકમાં ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં છે. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાનો પણ ગોંડલની બેઠકમાં જોડાયા હતાં. 

'મારા કારણે આજે મારી પાર્ટીને સાંભળવાનું આવ્યું'
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજના 500થી વધુ અગ્રણીઓ બેઠકમાં વિચારણા કરી હતી. આ પ્રસંગે પરશોતમ રૂપાલાએ કહ્યું હતું કે, એક વાતનો એટલો મોટો રંજ છે કે, મારા જીભથી આ શબ્દ નીકળ્યો. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને પાછું ખેચ્યું હોય તેવું કોઈ રેકોર્ડ નથી. પરંતુ અનઆયોજિત કાર્યક્રમમાં આ નિવેદન અપાયું હતું.  તેમણે કહ્યું કે, મારા કારણે આજે મારી પાર્ટીને સાંભળવાનું આવ્યું છે. મારા માટે મારી પાર્ટીને સાંભળવાનું થયું છે ત્યારે મારી ભૂલનો હું જ જવાબદાર છું અને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માંગું છું.  

વાંચવા જેવું: આજે આ 4 જિલ્લાના લોકોને રાત કાઢવી પડશે મુશ્કેલ, ગરમ રાત્રિની આગાહી, થશે અકળામણ

જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું ?
જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયુ છે. વધુમાં ઉમેર્યું કે, આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણે ત્યાં તેઓ શરણે આવે છે તો તેઓ આપણી થાળીમાં જમે છે. સમાજની વચ્ચે આ વાત છે કે, સાહેબની જે ભૂલ થઈ છે તે ભૂલ ભૂલવાની છે. આ દેશને નરેન્દ્ર મોદીની કેટલી જરૂર છે તે બધાને ખબર છે. મારે પી.ટી જાડેજાને યાદ કરવો છે, જેમનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો હતો. તમે સમાજને ગુમરાહ ન કરો. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 Parshotam Rupala Statement Rajkot News loksabha Election 2024 પરશોત્તમ રૂપાલાનું નિવેદન લોકસભા ચૂંટણી 2024 Rajkot News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ