બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / heat Regarding the Meteorological Department has predicted that it will be hot in Banaskantha, Ahmedabad even at night

અમદાવાદ / આજે આ 4 જિલ્લાના લોકોને રાત કાઢવી પડશે મુશ્કેલ, ગરમ રાત્રિની આગાહી, થશે અકળામણ

Dinesh

Last Updated: 04:55 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat wethar update: હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં થોડોક ઘટાડો થશે ત્યારબાદ 1થી 2 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે.

રાજ્યમાં હવામાન અને ચૂંટણી બંન્નેમાં માહોલ ગરમ બન્યું છે. ત્યારે ગુજરાતમાં લોકોને ભારે ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જવું પડશે. કારણ કે, હવામાન વિભાગે 'તપશે ગુજરાત' જેવી ગરમા ગરમ આગાહી કરી છે. આગાહી મુજબ આગામી 3 દિવસ તાપમાન ઘટશે પણ ત્યારબાદ તાપમાન વધશે

3 દિવસ બાદ ફરી વધશે તાપમાન
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં થોડોક ઘટાડો થશે ત્યારબાદ 1થી 2 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે. રાજ્યમાં બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમીનો પારો ઉચકાશે. જો કે, દરિયા કિનારે બફારો યથાવત રહેશે. ગુજરાતના પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ વરસી શકે તેવી પણ કમોસમી આગાહી કરવામાં આવી છે. 

આ જિલ્લામાં રાત્રે પણ ગરમીનો પ્રકોપ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા અને આણંદમાં રાત્રે પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. 

કયાં કેટલું તાપમાન ?
 અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું છે. ડીસામાં 39.1, ગાંધીનગરમાં 39.6, વલ્લભ વિદ્યાનગરમાં 39.3, વડોદરામાં 39.6, સુરતમાં 37.6, વલસાડમાં 35, ભુજમાં 39.2, નલિયામાં 34, કંડલા પોર્ટમાં 33.9, અમરેલીમાં 40.8, ભાવનગરમાં 38.2, દ્વારકામાં 29.1, ઓખામાં 31.6, પોરબંદરમાં 36, રાજકોટમાં 39.8, વેરાવળમાં 30.6, સુરેન્દ્રનગરમાં 40, મહુવામાં 37.8 અને કેશોદમાં 38.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

વાંચવા જેવું: અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ! કમોસમી માવઠાથી તાપીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ