બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભલે સોનું મોંઘુ થયું, છતાંય ખરીદનારને થશે ફાયદો, એ કઇ રીતે? જાણો વિગત

બિઝનેસ / ભલે સોનું મોંઘુ થયું, છતાંય ખરીદનારને થશે ફાયદો, એ કઇ રીતે? જાણો વિગત

Last Updated: 12:42 PM, 25 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવોમાં તેજીનો સિલસિલો ચાલુ છે. છેલ્લા કેટલાક સમયમાં શેર બજારના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ ઇક્વિટીની સરખામણીમાં સોનામાં વધુ રોકાણ કર્યું છે, જેનાથી સોનાની માંગ વધી ગઈ છે અને કિંમતો વધી રહી છે.

સોનાના ભાવોમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણી તેજી આવી છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળ્યા બાદથી સોનું રોકાણકારોની પહેલી પસંદ બની ગયું છે. માત્ર ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ આ પીળી ધાતુની ખરીદી વધી ગઈ છે. કોઈ પણ વસ્તુના ભાવનો સીધો સંબંધ ડિમાંડ અને સપ્લાય સાથે હોય છે. જયારે સપ્લાય સીમિત હોય અને ડિમાંડ વધતી જાય તો ભાવમાં વધારો થવો સ્વાભાવિક છે. સોનાના મામલે પણ આ જ થઈ રહ્યું છે.

હજુ વધી શકે છે સોનાના ભાવ

વૈશ્વિક સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓથી ઉભી થયેલી ચિંતા, અમેરિકામાં મોંઘવારી વધવાની આશંકા અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીને કારણે સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ખાસ કરીને ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફની ધમકીથી સોનાના ભાવમાં વધારો થયો છે. બેંક ઓફ અમેરિકાએ તાજેતરમાં ગ્લોબલ ફંડ મેનેજરો વચ્ચે એક સર્વે કરાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે જો મોટા પાયે ટ્રેડ વૉર શરૂ થાય છે, તો ગોલ્ડ બેસ્ટ પરફોર્મિંગ એસેટ બની જશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વ્યૂહરચનાકારના જણાવ્યા પ્રમાણે, ફુગાવા અને આર્થિક વિકાસ પર ટેરિફની સંભવિત અસરથી સોનાની મજબૂતાઈમાં વધારો થયો છે.

gold-price_6ZFkbhq

મોટા પાયે થઈ રહી છે સોનાની ખરીદી

વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેંકો તેમના સોનાના ભંડારને ભરી રહી છે. 2022 થી વૈશ્વિક કેન્દ્રીય બેંકોએ વાર્ષિક 1,000 મેટ્રિક ટનથી વધુ સોનું ખરીદ્યું છે. આ આંકડાથી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ આશ્ચર્યચકિત છે. આ કારણે પણ સોનાના ભાવ વધી રહ્યા છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી ન્યૂયોર્કના કોમોડિટી એક્સચેન્જ COMEX પર સોનાના સ્ટોક લગભગ બમણા થઈ ગયા છે. જાન્યુઆરીથી તેની ઇન્વેન્ટરીમાં 70%નો વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે આ મહિનાના અંત સુધીમાં તેમાં વધુ વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: શું મહાશિવરાત્રિના દિવસે શેર માર્કેટ બંધ રહેશે કે ખુલ્લું? રોકાણકારો ખાસ નોંધી લે

સ્પૉટ ગોલ્ડ 25 ફેબ્રુઆરીના રોજ વધીને 2947.48 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. માહિતી અનુસાર, ટૂંક સમયમાં આ આંકડો $3,100 પ્રતિ ઔંસને પાર કરે તેવી અપેક્ષા છે. માર્કેટ એક્સપર્ટસનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અંગે વિશ્વનો ડર જલ્દી સમાપ્ત થવાનો નથી, એવામાં સોનામાં રોકાણ વધશે અને વૈશ્વિક સ્તરે તેના ભાવ પણ વધી શકે છે. તેમના મતે, કિંમતોમાં કેટલાક નાના સુધારા જોવા મળી શકે છે, પરંતુ એકંદરે સોનું મજબૂત રહેશે.

gold-silver-rates

ભારતમાં સોનાનો ભાવ

ભારતમાં સોનાના ભાવની વાત કરીએ તો, આજે પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 87,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે ગઈકાલે તે 87,870 રૂપિયા હતો. જ્યારે ચાંદી 1,01,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. ગયા વર્ષે પણ સોનાએ સારું વળતર આપ્યું હતું અને આ વર્ષે પણ તેમાં ઘણી મજબૂતી જોવા મળી છે. જ્યારે શેરબજાર સતત નુકસાનમાં જઈ રહ્યું છે. આ કારણે, ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીથી ગોલ્ડમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

latest gold silver rates Gold Price Update Gold Silver Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ