બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શું મહાશિવરાત્રિના દિવસે શેર માર્કેટ બંધ રહેશે કે ખુલ્લું? રોકાણકારો ખાસ નોંધી લે

બિઝનેસ / શું મહાશિવરાત્રિના દિવસે શેર માર્કેટ બંધ રહેશે કે ખુલ્લું? રોકાણકારો ખાસ નોંધી લે

Last Updated: 10:46 AM, 25 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોના મનમાં એવો સવાલ હશે કે શિવરાત્રિના દિવસે શેર બજાર બંધ રહેશે કે ખુલ્લું. ત્યારે ચાલો જાણીએ આનો જવાબ અને સાથે જ જાણી લો કે આગામી મહિનાઓમાં શેર બજારમાં ક્યારે રજાઓ રહેશે.

બુધવારે મહાશિવરાત્રીના કારણે શેરબજારમાં રજા રહેશે, નિફ્ટી અને સેન્સેક્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. એવામાં શેરબજાર પર સતત નજર રાખનારાઓ માટે 26 ફેબ્રુઆરીએ રજા રહેશે. જણાવી દઈએ કે, મહાશિવરાત્રીનો તહેવાર ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ તહેવાર ફાગણ મહિનાના 14મા દિવસે ઉજવવામાં આવે છે. જે આ વખતે 26 ફેબ્રુઆરીએ આવે છે.

2025 માં ક્યારે-ક્યારે રજાઓ રહેશે?

NSE દ્વારા બહાર પાડવામાં આવેલા કેલેન્ડર મુજબ, વિવિધ તહેવારોને કારણે આખા વર્ષ દરમિયાન 14 દિવસ શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. એટલે કે આ દિવસે સ્થાનિક શેરબજાર બંધ રહેશે. મહાશિવરાત્રી પછી, સ્થાનિક શેરબજાર હોળીના દિવસે એટલે કે શુક્રવાર, 14 માર્ચે બંધ રહેશે. ઈદ-ઉલ-ફિત્રના કારણે 31 માર્ચે શેરબજાર બંધ રહેશે. એપ્રિલ મહિનામાં, 10 એપ્રિલે શ્રી મહાવીર જયંતિને કારણે શેરબજાર બંધ રહેશે. 14 એપ્રિલે ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિના કારણે રજા રહેશે. 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ રહેશે.

આ પણ વાંચો: સપાટ ખુલ્યું શેર બજાર, સેન્સેક્સ 81 પોઈન્ટ વધ્યો, તો જાણો નિફ્ટીના હાલ

મે મહિનામાં ક્યારે-ક્યારે રહેશે રજા?

મહારાષ્ટ્ર દિવસ 1 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે પણ સ્થાનિક શેરબજાર બંધ રહેશે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ હોવાથી શેરબજારમાં રજા રહેશે. 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના કારણે સ્થાનિક બજારમાં કોઈ વેપાર થશે નહીં. ઓક્ટોબર મહિનામાં, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિને કારણે, 21 ઓક્ટોબરે દિવાળીને કારણે અને 22 ઓક્ટોબરે નવા વર્ષને કારણે કોઈ ટ્રેડિંગ નહીં થાય.

નવેમ્બર મહિનામાં ગુરુ નાનક દેવની જન્મજયંતિ એટલે કે 5 નવેમ્બરના રોજ શેરબજારમાં રજા રહેશે. જયારે ક્રિસમસને કારણે 25 ડિસેમ્બરે શેરબજાર નહીં ખુલે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Holidays Maha Shivratri Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ