બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાની ચમક પડી ફિક્કી! 5000 રૂપિયા ભાવ ઘટ્યો, 15 દિવસના આંકડાથી નક્કી કરો હાલ લેવું કે નહીં?

ફાયદાની વાત / સોનાની ચમક પડી ફિક્કી! 5000 રૂપિયા ભાવ ઘટ્યો, 15 દિવસના આંકડાથી નક્કી કરો હાલ લેવું કે નહીં?

Last Updated: 10:45 AM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાની કિંમતો ગત બે અઠવાડિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે એન આ 5000 જ રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારે સસ્તું થઈ ગયું છે. દેશભર સોનાના ઘરેણાંની કિંમત ઉત્પાદન રેટ, રાજ્યોના ટેક્સ અને મેકિંગ ચાર્જના કારણે બદલાતી રહે છે.

શેરબજારમાં છેલ્લા અમુક દિવસોથી ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે પણ Sensex-Nifty એ ઝડપી શરૂઆત કરી પણ થોડી જ વારમાં ઘટાડો થતો જોવા મળ્યો. પરંતુ શેર બજારની સાથે સોનાની કિંમત પણ તૂટી રહી છે. Gold Rates માં 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં 5000 રૂપિયાથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. તો ચાલો જાણીએ શું કે છે આજે તાજા 24 કેરેટ ગોલ્ડનો ભાવ.                  

gold-price-final

સતત રસ્તો થઈ રહ્યું છે સોનું  

સોનાની કિંમતોમાં આ વર્ષે ભારે વધારો જોવા મળ્યો છે. એક બાજુ મોડી 3.0 નું પહેલું બજેટ જાહેર થવા દરમિયાન સરકાર તરફથી સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી દૂર કરવાની ઘોષણા બાદથી આ જબરદસ્ત તૂટયા હતા, તો તેના બીજા જ મહિનાથી Gold Price એવી જ ઝડપ પકડી કે બધા જ રેકોર્ડ તોડતા ટોચે પહોંચી છે. પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી Gold Price માં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 700 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.    

બે અઠવાડિયામાં આટલો ઘટ્યો Gold Rate

MCX પર સોનાની કિંમતોમાં છેલ્લા બે અઠવાડિયામાં ફેરફાર જોવા મળ્યા, તો મહિનાની શરૂઆતમાં એટલે 1 નવેમ્બરે પાંચ ડિસેમ્બરની એક્સપાયરી વાળા Gold Rate 78,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, પરંતુ 14 નવેમ્બર 2024 ને ગુરુવારે ઘટીને 73,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. આ પ્રમાણે જોઈએ તો સોનાની કિંમતમાં 1 થી 14 નવેમ્બર દરમિયાન 5,117 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો ભારે ઘટાડો થયો છે.  

Gold-final

ઘરેલુ માર્કેટમાં શું ચાલી રહ્યા છે સોનાના ભાવ

MCX સાથે જ ઘરેલુ માર્કેટમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ અનુસાર ગત 1 નવેમ્બરે ફાઇન ગોલ્ડની કિંમત 81 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને વટી ગઈ હતી, પરંતુ હવે આનો ભાવ ઘટીને 75,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. અન્ય ક્વોલિટીના ગોલ્ડની ઘરેલુ માર્કેટની કિંમત પર નજર નાખીએ તો..  

PROMOTIONAL 12

ક્વોલિટીની કિંમત (IBJA મુજબ)

24 કેરેટ રૂ 75,260/10 ગ્રામ

22 કેરેટ રૂ 73,450/10 ગ્રામ

20 કેરેટ રૂ 66,980/10 ગ્રામ

18 કેરેટ રૂ 60,960/10 ગ્રામ

અહીં નોંધનીય છે કે ઘરેલુ માર્કેટમાં સોનાના ભાવ 3% GST અને મેકિંગ ચાર્જ વિના છે. મેકિંગ ચાર્જ અલગ-અલગ હોય છે અને આ કારણે દેશના તમામ શહેરોમાં સોનાની કિંમત બદલાવ જોવા મળ્યો છે.    

વધુ વાંચો : શેર બજારના ઘટાડા પર વાગી બ્રેક, આજે કેવી રહી માર્કેટની ચાલ, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ

Budget  બાદ સોનામાં ભારે ઘટાડો મળ્યો હતો

નાણાકીય મંત્રી નિર્મલા સિતારમન દ્વારા ગત 23 જુલાઈએ સાંસદ મોદી 3.0 બજેટ જાહેર કર્યા બાદ અચાનક સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે બજેટમાં ઘણા બદલાવોની ઘોષણા કરી હતી અને આમાં એક Gold-Silver સાથે જોડાયેલો હતો. હકીકતમાં સરકારે ગોલ્ડ પર લગતી કસ્ટમ ડ્યૂટીને 15% ઘટાડીને 6% કરી છે અને આની અસર બજેટ વાળા દિવસે ભાવમાં લગભગ 4000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઘટાડો ઘણા દિવસો સુધી રહ્યો.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold rate business news latest gold rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ