બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Gold prices fell due to interest rate cut by Swiss National Bank know how much gold and silver fell
Last Updated: 10:08 PM, 22 March 2024
આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલના કારણે સોના અને ચાંદીના ભાવ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ ફરી એકવાર નીચે આવ્યા છે. અમેરિકા અને સ્વિટ્ઝર્લેન્ડના એક સારા સમાચારે પણ હોળીના રંગોની જેમ રોનક ઉમેરી છે.
ADVERTISEMENT
દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ
દિલ્હીના બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનાની કિંમત 875 રૂપિયા ઘટીને 66,575 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ 760 રૂપિયા ઘટીને 76,990 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે. ગુરુવારે સોનાની કિંમત 67,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 77,750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. સોનાના આ ભાવ 24 કેરેટના ભાવ છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ ઘટ્યા
બુલિયનના આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર, સોનાની કિંમત ઔંસ દીઠ $ 2,167 પર આવી, જે આગલા દિવસની કિંમત કરતાં $ 35 ઓછી છે. એ જ રીતે, ચાંદીનો ભાવ ઔંસ દીઠ $24.45 રહ્યો હતો, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં $25.51 પ્રતિ ઔંસ હતો. સ્વિસ નેશનલ બેંક દ્વારા વ્યાજ દરોમાં કાપને કારણે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. તે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી 2 ટકા નીચે આવ્યો છે.
ADVERTISEMENT
જૂનની આસપાસ લગ્નની સિઝનમાં ફરીએકવાર ઉછાળો જોવા મળી શકે છે
ADVERTISEMENT
તાજેતરમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરમાં ઘટાડો કરવાની આશા જાળવી રાખી છે. તેની અસર બુલિયન માર્કેટ પર પણ પડી છે. હવે જૂન મહિનામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં ઘટાડો જોવા મળી શકે છે, ત્યાં સુધીમાં ભારતમાં પણ લગ્નની સિઝન શરૂ થઈ જશે, જેના કારણે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી શકે છે.
સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જ્યારે પણ બજારમાં ઉથલપાથલ વધે છે ત્યારે સોનામાં રોકાણ વધે છે. ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો આયાતકાર દેશ છે. અહીં સોનાનું ઉત્પાદન નહિવત છે પણ વપરાશ સૌથી વધુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.