બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Xiaomi may launch its new gadget on Holi, Smart Pichkari will come in the market
Last Updated: 11:45 PM, 21 March 2024
આ હોળીના તહેવારે Xiaomi કંપની એક મોટું સરપ્રાઈઝ આપવા જઈ રહી છે જે હોળીને વધુ ખાસ બનાવશે.સ્માર્ટફોન બાદ હવે Xiaomi ભારતમાં તેની નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે.હોળીના તહેવારમાં બજારમાં વિવિધ પ્રકારની પીચકારીઓ જોવા મળે છે ત્યારે આ હોળી વખતે મોબાઈલ કંપની Xiaomi ભારતમાં તેની સ્માર્ટ પીચકારી લોન્ચ કરવા જઈ રહી છે.
ADVERTISEMENT
Here's the amazing Xiaomi Pulse Water Gun with automatic refill and 2 firing modes - single and burst. You can also accumulate energy for a more powerful shot. See how the energy bar builds up 😎
— Sandeep Sarma (@sandeep9sarma) March 15, 2024
How cool is that!!#Xiaomi #XiaomiPulseWaterGun #XiaomiIndia https://t.co/p0dOXFBmnm pic.twitter.com/avU6x0Lkxm
ADVERTISEMENT
આ સ્માર્ટ પીચકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. પરંતુ Xiaomiએ ભારતમાં વોટર ગનની રિલીઝની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ ટીઝર પરથી એવા સંકેત મળી રહ્યા છે કે હોળીના તહેવાર પર આ પીચકારી લોન્ચ કરવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે, કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સંદીપ શર્માએ આ વોટર ગનનો વીડિયો શેર કર્યો હતો.
Xiaomi દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને જોતા આ વોટરગન સુપર ગેજેટ જેવી લાગી રહી છે.જો આ પીચકારીની ખાસીયતની વાત કરીયે તો આમાં વોટર શૂટિંગની સાથે લાઇટિંગ ઇફેક્ટ પણ આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટ પીચકારી તેનુ વોટર ટેન્ક ઓટોમેટીક ભરી દે છે. આ પીચકારીને પાણીમાં નાખવાથી તે 10-15 સેકન્ડમાં તેની વોટર ટેન્ક ભરી નાખે છે.
ADVERTISEMENT
આ પિચકારીથી 7 થી 9 મીટરની રેન્જમાં તમે પાણીનો છંટકાવ કરી શકો છો. જે વોટર ગન એક સેકન્ડમાં 25 શોટ છોડી શકે છે. આ પીચકારી ચીનમાં તો લોન્ચ કરી દેવામાં આવી છે પરંતુ ભારતમાં તેની લોન્ચની તારીખ બહાર પાડવામાં આવી નથી.
જો આ સ્માર્ટ પીતકારીની કિંમતની વાત કરીયે તો ભારતમાં તે હાલ ઉપલબ્ધ નથી પરંતુ ચીનની અલી એક્સપ્રેસ સાઈટમાં તે 14થી 15 હજાર રૂપિયામાં મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.