ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સોના અને ચાંદીની કિંમતોમાં થયો સતત વધારો
આખા દેશમાં લગ્નની સિઝન શરૂ થઇ છે. જેને જોઇને સોના અને ચાંદીના ભાવ રોકેટની જેમ ઉછળવા લાગ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સોનુ 279 રૂપિયા પ્રતિ 10 ગ્રામે મોંઘુ થયુ છે. જેનાથી સોનુ ચઢીને 52,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ. જ્યારે ચાંદી 146 રૂપિયે પ્રતિ કિલોના દરથી મોંઘુ થયુ અને 61500 રૂપિયા પ્રતિ કિલોની નજીક વેચાવા લાગ્યુ છે. જો કે, લગ્નની સિઝનમાં હજી પણ તમારી પાસે સોનુ અને ચાંદી સસ્તામાં ખરીદવાની સુવર્ણ તક છે. સોનુ અત્યારે પણ પોતાના ઓલટાઈમ હાઈથી આશરે 3600 રૂપિયે પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1800 રૂપિયે પ્રતિ કિલોના દરથી સસ્તુ વેચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
.jpg)
ચાંદીની કિંમતમાં વધુ તેજી આવશે
ADVERTISEMENT
બુલિયન માર્કેટના જાણકારોનુ કહેવુ છે કે આગામી દિવસોમાં સોનાની સાથે-સાથે ચાંદીની કિંમતમાં વધુ તેજી આવશે અને બંનેની વધતી કિંમતો એક વખત ફરીથી નવો રેકોર્ડ બનાવી શકે છે. અઠવાડિયાના પહેલા દિવસે આજે સોમવારે સોનુ 279 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરથી મોંઘુ થઇને 52560 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ખુલ્યો. જ્યારે પહેલાના વેપારના દિવસે શુક્રવારે સોનુ 667 રૂપિયા પ્રતિ કિલોના દરથી મોંઘુ થઇને 55228 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયો હતો.

ADVERTISEMENT
ચાંદી 61,500 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થયુ
આજે ચાંદી 146 રૂપિયે પ્રતિ કિલોના દરથી મોંઘુ થઇને 61500 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ખુલ્યુ. જ્યારે ગત કારોબાારી દિવસ શુક્રવારે ચાંદી 154 રૂપિયા મોંઘુ થઇને 61,500 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થયુ હતુ. તો એમસીએક્સ પર આજે સોનુ 246 રૂપિયાના દરે મોંઘુ થઇને 52,580 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદી 111 રૂપિયાના વધારા સાથે 61,682 રૂપિયાના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT