બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Godrej Garden City સેલેસ્ટે વિવાદમાં કંપનીનો ખુલાસો, ગ્રાહકોના હિતમાં કામ કરવા આપી બાંહેધરી
Last Updated: 04:54 PM, 4 October 2025
Godrej Garden City:ગોદરેજ ગાર્ડન સિટીની લેટેસ્ટ સ્કીમ સેલેસ્ટેનો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. શુક્રવારે આ સ્કીમમાં 3-3 વર્ષથી બાંધકામ ન થવા પર નારાજ ગ્રાહકોએ ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ તે સમયે ગોદરેજ પ્રોપર્ટીઝના કોઈ પણ રિપ્રઝેન્ટેટિવ દ્વારા મીડિયા સાથે કોઈ વાતચીત કરવામાં નહોતી આવી. જો કે, હવે આજે એક દિવસ બાદ ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા શ્રી સિદ્ધિ ઇન્ફ્રાબિલ્ડકોન એલએલપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
ADVERTISEMENT
શુક્રવારે પીડિત લોકો દ્વારા ઉગ્ર રજૂઆત થયા બાદ ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા આજે સત્તાવાર નિવેદન બહાર પાડીને પીડિત ગ્રાહકોને બાંહેધરી આપી છે. જો કે આ બાંહેધરીમાં તેમણે જવાબદારી શ્રી સિદ્ધિ ઇન્ફ્રાબિલ્ડકોન એલએલપી પર ઢોળી છે. પોતાના ખુલાસામાં ગોદરેજ પ્રોપર્ટીઝનું કહેવું છે કે,"જીપીએલ ખાતે અમારી સર્વોચ્ચ જવાબદારી ગ્રાહકો તથા પ્રોજેક્ટના હિતમાં તમામ જરૂરી પગલાં લેવાની છે. શ્રી સિદ્ધિ ઇન્ફ્રાબિલ્ડકોન એલએલપી (“Siddhi”) પ્રોજેક્ટના નિર્માણની જવાબદારી ઉઠાવે છે અને રેરા હેઠળની પ્રમોટર છે. તેઓ બાંધકામ શરૂ કરી શકે તે માટે અમે જરૂરી તમામ પગલાં લઈ રહ્યા છીએ, સારી ભાવનાથી કામ કરી રહ્યા છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે તેમના આંતરિક પ્રશ્નો પ્રોજેક્ટ કે ગ્રાહકની પ્રતિબદ્ધતા પર અસર ન કરે."
વધુમાં કંપનીના પ્રવક્તા દ્વારા સત્તાવાર જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે,"બાંધકામ વહેલી તકે શરૂ થાય તેના માટે અમે સલાહસૂચન મુજબ સિદ્ધિ સામે કાર્યવાહી કરવા સહિતના તમામ જરૂરી કાયદાકીય પગલાં લેવા માટે પણ તૈયાર છીએ. અમારા દ્વારા ભરવામાં આવેલું દરેક પગલું અમારા ગ્રાહકોના હિતોની સુરક્ષા કરવાના અને તેમને સુરક્ષિત રીતે મકાનો પૂરા પાડવાના સ્પષ્ટ ઉદ્દેશ્યથી સંચાલિત છે. અમે અમારા ગ્રાહકોને ફરીથી ખાતરી આપવા માંગીએ છીએ કે જીપીએલ આ પ્રયાસોમાં સતર્ક રહેશે. અમારું ધ્યાન સંપૂર્ણ પારદર્શકતા રાખવા અને એવો પ્રોજેક્ટ આપવા પર છે જે અમારા ગ્રાહકોની અપેક્ષા મુજબ મૂલ્ય અને ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખે."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગોદરેજ ગાર્ડન સિટીના Celeste પ્રોજેક્ટમાં હોબાળો, 3 વર્ષ વીત્યા, હપતા ચાલુ, 1100+ પરિવારોને નથી મળ્યું ઘર

ADVERTISEMENT
જો કે, આ ખુલાસામાં ક્યાંય પણ કંસ્ટ્રક્શન ક્યારે શરૂ થશે, શરૂ ન થાય તો કંપની શું કરશે, તે અંગે જાણકારી નથી આપવામાં આવી. પરિણામે હજીય પણ 1100થી વધુ પરિવારોનો પ્રશ્ન યથાવત્ છે. જો કંસ્ટ્રક્શન સમયસર પુરુ થાય તો શું, તે અંગે પર ગોદરેજ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.