બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / God Shiv shankar different names has power to avoid different crises

ધર્મ / શ્રાવણમાં શિવજી કરશે સમસ્યા દૂર, આ રીતે કરો મંત્રજાપ

Bhushita

Last Updated: 01:58 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આપણે દરેક ભગવાન શિવની આરાધના કરીએ છીએ. પણ આપણે ભાગ્યે જ જાણીએ છીએ કે ભગવાન શિવના દરેક અલગ નામમાં એક અલગ શક્તિ છૂપાયેલી છે. અમે આપને જણાવીશું ભગવાન શિવના અલગ અલગ નામને જપવાનું મહત્વ શું છે તે વિશે.

'વિશ્વંભર' નામ રોજગાર સાથે સંકળાયેલું છે
જો આપને નોકરી સાથેની કોઈ સમસ્યા છે તો તમે ભગવાન શિવના આ નામનો જાપ કરો. ખાતા-પીતા, ઉઠતા બેસતા તમે વિશ્વંભર નામનો જાપ કરો છો તો તમારી નોકરીની સમસ્યા ઝડપથી ઉકેલાશે.

'મહેશ્વર'થી ચાલે છે કારોબાર
કારોબારને વધારવા માટે ભગવાન શિવના મહેશ્વર નામનો જાપ કરવાનો રહે છે. આ નામનો જાપ કરીને કાર્ય સ્થળ પર જાઓ. તમારી સમસ્યા ઉકેલાશે અને સાથે જ તમને સફળતા પણ મળશે.

'આશુતોષ'થી વધશે જીવનસાથી સાથેનો વ્યવહાર
જીવનસાથી સાથે જો અણબનાવ રહેતો હોય તો ભગવાન શિવના આશુતોષના નામનો જાપ કરો. સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા આ નામ જપવાથી અરસપરસનો વ્યવહાર સુધરે છે.

'મહાદેવ'ના નામથી મળે છે સારું સ્વાસ્થ્ય
સવારે નાહી ધોઈને શિવજીને જળ ચઢાવવું અને સાથે મહાદેવના નામનો ઓછામાં ઓછી 15 મિનિટ જાપ કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે. 

'રુદ્ર'થી સુધરશે સંતાનનો વર્તાવ
બપોરના સમયે લગભગ 15 મિનિટ સુધી રુદ્રના નામનો જાપ કરો. ત્યાર બાદ તમારા સંતાનના નામનો 11 વાર જાપ કરશો તો તેના વ્યવહારમાં સુધારો આવશે. 

'નટરાજ' આપશે માન-સન્માન
યશ અને કિર્તિ મેળવવા માટે ભગવાન શિવના નટરાજના નામનો પ્રયોગ કરો. પ્રદોષ કાળમાં શિવના નટરાજના નામનો 108 વાર જાપ કરો. તેનાથી તમારું માન સન્માન વધશે અને યશ પણ પ્રાપ્ત થશે.

'બાબા' ભગાડશે મોટી આફત
ભગવાન શિવના આ નામમાં મોટામાં મોટી સમસ્યાને ટાળવાની શક્તિ છે. જેટલું વધારે શિવના આ નામનો જાપ કરશો તેટલો જ વધારે ફાયદો થશે. 

'શિવ'ના જાપથી ખુલશે મોક્ષનો માર્ગ
મોક્ષપ્રાપ્તિ માટે શિવના નામનો જાપ કરો. શિવજીનું ધ્યાન કરીને આ નામનો જાપ કરવાથી યોગ્ય ફળ મળે છે. કોઈ સિદ્ધ વ્યક્તિ પાસેથી શિવ નામનો મંત્ર મળે તો તે ઉત્તમ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits India Shravanmonth pooja shivnames Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ