બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / global surge in prostate cancer cases 85 increase in death
પુરૂષોમાં પ્રોસ્ટેટ અને લંગ્સ કેન્સરના કેસ સૌથી વધારે વધી રહ્યા છે સાથે જ મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઈકલના જોખમો સૌથી વધારે વધી રહ્યા છે. તેના ઉપરાંત પણ ઘણા અલગ અલગ પ્રકારના કેન્સરના કારણે દર વર્ષે લાખો લોકોના મોત થઈ રહ્યા છે.
ADVERTISEMENT
.jpg)
અભ્યાસમાં કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે સમયની સાથે લોકોની લાઈફસ્ટાઈલ ખરાબ થતી જઈ રહી છે. તમામ પ્રકારના હાનિકારક રસાયણોથી મિશ્રિત આહારનું આપણા બધા રોજ સેવન કરી રહ્યા છીએ તેનાથી કેન્સરનો ખતરો વધારે વધી રહ્યો છે. તેના સાથે સંબંધીત એક હાલના અભ્યાસમાં સંશોધકોએ મોટી ચેતાવણી જાહેર કરી છે.
ADVERTISEMENT
પ્રોસ્ટેટ કેન્સર એક મોટો ખતરો
એક અભ્યાસથી જે તારણ બહાર આવ્યું છે તેમાં જાણવા મળ્યું છે કે આવનાર વર્ષોમાં પ્રોસ્ટેટ કેન્સર એક મોટો ખતરો બની શકે છે. અભ્યાસમાં ચેતાવણી આપવામાં આવી છે કે જે પ્રકારે રિપોર્ટ છે તેનાથી ખબર પડી રહી છે કે દુનિયામાં પ્રેસ્ટેટ કેન્સરની સુનામી આવી શકે છે.

ADVERTISEMENT
2040 સુધી બે ગણા વધી શકે છે કેસ
એક અભ્યાસ અનુસાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે વર્ષ 2040 સુધી દુનિયાભરમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ ડબલ થઈને 2.9 મિલિયનથી વધારે થઈ શકે છે. તેના ઉપરાંત મૃત્યુના કેસમાં પણ 85% વધારો થવાની આશંકા છે જે લગભગ સાત લાખથી વધારે મોતનું કારણ બની શકે છે.
પેરિસમાં મૂત્ર રોગ નિષ્ણાંતની એક બેઠકમાં આયોગે જણાવ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઈટેડ કિંગડમ જેવા ઉચ્ચ આવક વાળા દેશોમાં પહેલાથી જ આ કેન્સરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે હવે નિમ્ન અને મધ્યમ આવક વાળા દેશોમાં પણ પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધવાની આશંકા છે.
ADVERTISEMENT
50ની ઉંમરમાં વધી શકે છે ખતરો
ધ લેંસેટ રિપોર્ટના પ્રમુખ લેખક અને લંડનમાં કેન્સર અનુસંધાન સંસ્થાનમાં પ્રોસ્ટેટ અને મૂત્રાશય કેન્સર અનુસંધાનના પ્રોફેસર નિક જેમ્સે કહ્યું કે આ વૃદ્ધિ મોટા સ્વાસ્થ્ય સંકંટના કારણે થઈ રહી છે.

ADVERTISEMENT
વધુ વાંચો: નાની ઉંમરે ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યાથી બચવા ઇચ્છો છો? તો અપનાવો આ ટિપ્સ, રહેશો હેલ્ધી
ઉંમર વધવાની સાથે પુરૂષોને પ્રોસ્ટેટ કેન્સર થઈ જાય છે. નાની ઉંમરમાં પણ પ્રોસ્ટેટ સાથે સંબંધિત મુશ્કેલીઓ જોવા મળી શકે છે. જેના પર સામાન્ય રીતે શરૂઆતમાં વધારે ધ્યાન નથી આપવામાં આવતું જેનાથી બાદમાં ગંભીર રૂપ લેવા અને કેન્સર થવાનો ખતરો વધી શકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.