બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Glenn Maxwell's Wife Vini Raman Shares Glimpses From 'Valaikaappu', The Tamil Baby Shower

ખેલાડી ખુશી પ્રસંગ / 'બાળ બંધનમાં બંધાશે' સ્ટાર ક્રિકેટર, ઘેર આવશે પગલીનો પાડનાર, ઈન્ડીયન વાઈફનું થયું શ્રીમંત

Hiralal

Last Updated: 09:10 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પિતા બનવા જઈ રહ્યો છે આજે તેની ઈન્ડીયન વાઈફ વિની રમનનું શ્રીમંત યોજાયું હતું. કપલ ઓસ્ટ્રેલિયામાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે.

  1. ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પિતા બનવા જઈ રહ્યો છે
  2. સપ્ટેમ્બરમાં ઘેર આવશે બાળક
  3. પત્ની વિની રમનની યોજાઈ ગોદભરાઈ

બોલરોના છોતરો છોડાવતો દુનિયાનો સ્ટાર બેટર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પિતા બનવા જઈ રહ્યો છે. આગામી થોડા મહિનામાં તેમને ઘેર બાળકનું આગમન થશે. આજે મેક્સવેલની ભારતીય પત્ની વિની રમનની ગોદભરાઈ યોજાઈ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vini Maxwell (@vini.raman)

મમ્મી-પપ્પા બનવાનું ખાનગી ન રાખી શક્યા 
ગ્લેન મેક્સવેલ અને વિની રમને 27 માર્ચ 2022ના રોજ હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સામાન્ય રીતે મેક્સવેલ અને વિની તેમની પ્રાઈવેટ વાતો શેર કરતા નથી પરંતુ મમ્મી-પપ્પા બનવાની વાત તેઓ છાની ન રાખી શક્યા અને મે 2023માં બન્નેએ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. વિની રમનની આજે ગોદભરાઈ યોજાઈ હતી અને વિનીએ તેની પરંપરાગત તમિલ બેબી શાવર સેરેમનીની ઝલક શેર કરી હતી. 

વિની રમને શેર કરી પોતાની ગોદભરાઈની તસવીરો 
24 જુલાઇ 2023 ના રોજ વિની રમને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પરંપરાગત તમિલ બેબી શાવર સેરેમની 'વલૈકપ્પુ' માંથી કેટલીક તસવીરો પોસ્ટ કરી. 'વલિકાપ્પુ' એ તમિલનાડુમાં દક્ષિણ ભારતીય મહિલાઓ દ્વારા આયોજિત બેબી શાવર સેરેમની છે, જેમાં તેઓ ગર્ભવતી મહિલાને આશીર્વાદ આપે છે.વિનીએ શેર કરેલી ઘણી બધી તસવીરોમાં પહેલી બંગડીઓની છે જે તેણે તેના ચૂડા સમારંભમાં પહેરી હતી. અન્ય એક તસવીરમાં, તે પીરોજ બ્લુ ટોનવાળી સિલ્ક સાડીમાં ખૂબસૂરત દેખાતી હતી, જેને તેણે પીચ સિલ્ક બ્લાઉઝ સાથે જોડી હતી. લાઇટ મેકઅપ અને અડધા બાંધેલા વાળ તેના લુકને ખૂબ સુંદર બનાવી રહ્યાં હતા. બન્નેએ સાથે પોઝ પણ આપ્યાં હતા. 

સપ્ટેમ્બરમાં બાળકનું આગમન
મેક્સવેલ અને વિનીના ઘેર સપ્ટેમ્બર મહિનામાં બાળકનું આગમન થશે. અત્યારે વિનીને આઠમો મહિનો ચાલી રહ્યો છે અને તેની તબિયત સારી છે. 

શું લખ્યું વિનીએ 
ખુશીના સમાચાર આપતાં વિનીએ લખ્યું કે ગ્લેન અને મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે સપ્ટેમ્બર 2023માં અમારું મેઘધનુષ્ય બાળક આવશે. અમારા માટે એ સ્વીકારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ સફર સરળ નથી. મને ખબર છે કે તમારો સમય ક્યારે આવશે તે પૂછતી આવી પોસ્ટ્સ જોવી કેટલી પીડાદાયક હોઈ શકે છે. અમે અમારો પ્રેમ અને શક્તિ અન્ય યુગલોને મોકલીએ છીએ જેઓ અશક્તિ અથવા ખોટ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.

કોણ છે વિની રમણ
વિની રમણ એક ફાર્માસિસ્ટ છે તેનો પરિવાર મૂળ તામિલનાડુના ચેન્નઈનો છે અને હાલ ઓસ્ટ્રેલિયામાં ઠરીઠામ થયેલો છે. વિનીનો જન્મ પણ ઓસ્ટ્રેલિયામાં થયેલો છે જ્યાં તે ફાર્મસીનું ભણી છે અને ફાર્માસિસ્ટ તરીકે કામ કરી રહી છે. વિનીના પિતાનું નામ વેંકટ રમણ અને માતાનું નામ વિજયાલક્ષ્મી છે.   

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ