બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Glenn Maxwell's double century gave Australia a stunning win over Afghanistan in one of the most exciting World Cup matches ever.

ખતરનાક.. ખૌફનાક.. / ઓસ્ટ્રિલિયાનો સંકટમોચક બન્યો મેક્સવેલ: તોડી નાખ્યા અનેક રેકોર્ડ, એક લા હાથબળથી જિતાડી મેચ

Pravin Joshi

Last Updated: 11:41 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી રોમાંચકકારી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની ડબલ સદીથી અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી મેળવી લીધી છે.

  • ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવી
  • ગ્લેન મેક્સવેલે બેવડી સદી મારી હારેલી મેચ જીતાડી
  • મેક્સવેલે 201 રન ફટકારી ઓસ્ટ્રેલિયાને સેમી ફાઈનલમાં પહોંચાડ્યું

વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી રોમાંચકકારી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની ડબલ સદીથી અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી મેળવી લીધી છે. એક તબક્કે ઓસ્ટ્રેલિયા હારની અણી પર હતું પરંતુ તોફાની બેટર મેક્સવેલે એકલે હાથે મેચ જીતાડી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને 5 વિકેટમાં 291 રન કર્યાં હતા જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટમાં 293 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયાના તોફાની બેટ્સમેન ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. ગ્લેન મેક્સવેલ આ મેચનો હીરો રહ્યો છે. ઈજા થઈ હોવા છતાં પણ ગ્લેન મેક્સવેલે એકલે હાથે અફઘાનિસ્તાન પાસેથી જીત છીનવી લીધી હતી. મેક્સવેલે ડબલ સદીથી તોફાન મચાવ્યું હતું. તેણે 201 રન ફટકાર્યાં હતા. એક તબક્કે ઓસ્ટ્રેલિયા હારશે તે નક્કી હતું કારણ કે 91 રનમાં તેની સાત વિકેટ પડી ગઈ હતી પરંતુ ત્યાર બાદ આવેલા મેક્સવેલ એકલે હાથે બાજી સંભાળી લીધી હતી. મેક્સવેલના 201 રનમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ છે. અફઘાનિસ્તાન સામેની ભવ્ય જીત બાદ ઓસ્ટ્રેલિયાની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે. ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. 

 

ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી

અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે 40 બોલમાં આ સદી તેના બેટથી આવી હતી. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામની 49 બોલમાં સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો, જે તેણે થોડા દિવસ પહેલા આ જ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા સામે આ જ મેદાન પર બનાવ્યો હતો. છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા મેક્સવેલે માત્ર 44 બોલમાં 240.9ના સ્ટ્રાઈક રેટથી નવ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં મેક્સવેલની આ વિસ્ફોટક ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 399/8 રન બનાવ્યા હતા.

ODI વર્લ્ડ કપની 5 સૌથી ઝડપી સદી

  • ગ્લેન મેક્સવેલ, 40 બોલ, (AUS) vs NED- 2023 વર્લ્ડ કપ
  • એઇડન માર્કરામ, 49 બોલ, (SA) vs SL- 2023 વર્લ્ડ કપ
  • કેવિન ઓ'બ્રાયન, 50 બોલ, (IRE) vs ENG- 2011 વર્લ્ડ કપ
  • ગ્લેન મેક્સવેલ, 51 બોલ, (AUS) vs SL - 2015 વર્લ્ડ કપ
  • એબી ડી વિલિયર્સ, 52 બોલ, (SA) vs WI- 2015 વર્લ્ડ કપ

વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં પણ મેક્સવેલનું નામ સામેલ થઈ ગયું છે. ગ્લેન મેક્સવેલે 10 સિક્સર ફટકારીને વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોપ-5 ખેલાડીઓમાં પોતાનું નામ સામેલ કરી દીધું છે.

વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર

  • 17 - ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) vs AFG, માન્ચેસ્ટર, 2019
  • 16 - ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) vs ZIM, કેનબેરા, 2015
  • 11 - માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) vs WI, વેલિંગ્ટન, 2015
  • 11 - ફખર ઝમાન (પાકિસ્તાન) vs NZ, બેંગલુરુ, 2023
  • 10 - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) vs AFG, મુંબઈ WS, 2023

ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારી હતી. તે 201 રન બનાવીને અણનમ રહ્યો હતો. મેક્સવેલે માત્ર 128 બોલનો સામનો કર્યો હતો. તેણે પેટ કમિન્સ સાથે 8મી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર મામલે ગ્લેન મેક્સવેલ માર્ટિન ગુપ્તિલ અને ક્રિસ ગેલ પછી ત્રીજા નંબરે આવી ગયો છે. 

વર્લ્ડ કપમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 237* - માર્ટિન ગુપ્ટિલ (NZ) vs WI, વેલિંગ્ટન, 2015
  • 215 - ક્રિસ ગેલ (WI) vs ZIM, કેનબેરા, 2015
  • 201* - ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023
  • 188* - ગેરી કર્સ્ટન (SA) vs UAE રાવલપિંડી, 1996
  • 183 - સૌરવ ગાંગુલી (IND) vs SL, ટોન્ટન, 1999

વર્લ્ડકપમાં સૌથી વધારે સિક્સર મારવા બાબતે પણ ગ્લેસ મેક્સવેલે ડંકો વગાડ્યો છે. વોર્નર અને ડી વિલિયર્સને પાછળ છોડીને ત્રીજા નંબરે પહોંચી ગયો છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર

  • 49 - ક્રિસ ગેલ
  • 45 - રોહિત શર્મા
  • 43 - ગ્લેન મેક્સવેલ
  • 37- એબી ડી વિલિયર્સ
  • 37 - ડેવિડ વોર્નર

વર્લ્ડ કપમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 237* - માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) વિ વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015
  • 215 - ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) વિ ZIM, કેનબેરા, 2015
  • 201* - ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023
  • 188* - ગેરી કર્સ્ટન (દક્ષિણ આફ્રિકા) વિરુદ્ધ UAE, રાવલપિંડી, 1996
  • 183 - સૌરવ ગાંગુલી (ભારત) વિ. શ્રીલંકા, ટોન્ટન, 1999


ODIમાં સૌથી ઝડપી બેવડી સદી

  • 126 - ઇશાન કિશન (IND) vs BAN, ચટ્ટોગ્રામ, 2022
  • 128 - ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023
  • 138 - ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) vs ZIM, કેનબેરા, 2023

વનડેમાં ઓપનિંગ ન કરનાર બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર

  • 201* - ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023 WC
  • 194* - ચાર્લ્સ કોવેન્ટ્રી (ZIM) vs BAN, બુલાવાયો, 2009
  • 189* - વિવ રિચર્ડ્સ (WI) vs ENG, માન્ચેસ્ટર, 1984
  • 185 - ફાફ ડુ પ્લેસિસ (SA) વિ. SL, કેપ ટાઉન, 2017
  • ગત વર્લ્ડ કપ રેકોર્ડ: 181 - વિવ રિચર્ડ્સ (WI) VS SL, કરાચી, 1987

ODIમાં નંબર 6 અથવા તેનાથી નીચેનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર: 

  • 175* - કપિલ દેવ (IND) vs ZIM, ટનબ્રિજ વેલ્સ, 1983 WC

ODIમાં 7મી અથવા તેનાથી ઓછી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી

  • 201* - ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ (AUS) vs AFG, મુંબઈ WS, 2023 WC
  • 177 - જોસ બટલર અને આદિલ રશીદ (ઇંગ્લેન્ડ) વિ ન્યુઝીલેન્ડ, બર્મિંગહામ, 2015
  • 174* - આફીફ હુસૈન અને મેહદી હસન મિરાજ (BAN), ચટ્ટોગ્રામ, 2022
  • 162 - માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનર (ન્યૂઝીલેન્ડ) વિરુદ્ધ ભારત, હૈદરાબાદ, 2023
  • ODIમાં 8મી અથવા તેનાથી ઓછી વિકેટ માટેનો અગાઉનો રેકોર્ડ: 138* - જસ્ટિન કેમ્પ અને એન્ડ્રુ હોલ (SA) વિરુદ્ધ ભારત, કેપ ટાઉન, 2006

ODI રન-ચેઝમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 201* - ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023 WC
  • 193 - ફખર ઝમાન (PAK) વિ SA, જોહાનિસબર્ગ, 2021
  • 185* - શેન વોટસન (Aus) વિ BAN, મીરપુર, 2011
  • 183* - એમએસ ધોની (ભારત) વિ શ્રીલંકા, જયપુર, 2005
  • 183 - વિરાટ કોહલી (IND) vs PAK, મીરપુર, 2012
  • ગત વર્લ્ડ કપ રેકોર્ડ: એન્ડ્રુ સ્ટ્રોસ (ઇંગ્લેન્ડ) દ્વારા 158 રન વિ. ભારત, બેંગલુરુ, 2011

ઑસ્ટ્રેલિયા માટે વનડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 201* - ગ્લેન મેક્સવેલ વિ AFG, મુંબઈ WS, 2023 WC
  • 185* - શેન વોટસન વિ BAN, મીરપુર, 2011
  • 181* - મેથ્યુ હેડન વિ ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2007
  • 179 - ડેવિડ વોર્નર વિ PAK, એડિલેડ, 2017
  • 178 - ડેવિડ વોર્નર વિ AFG, પર્થ, 2015 WC
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ