બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Gleeden extra marital app users souring in India

OMG / પતિ-પત્નીથી છુપાઈને સંબંધો રાખવાની એપ મચાવી રહી છે ધૂમ, યુઝર્સની સંખ્યા ચોંકાવનારી

Published By: Shalin

Last Updated: 08:30 PM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નેત્તર સંબંધો બનાવવા માટે વિકસાવાયેલી Gleeden ડેટિંગ એપમાં કોરોના કાળ પછીથી કુલ 13 લાખ યુઝર્સ જોડાયા છે.

તેમણે કહ્યું કે ભારતમાં છેલ્લા 3 મહિનામાં સબસ્ક્રિપશન રેટ ખૂબ વધ્યો છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતમાં વપરાશકર્તાઓની સંખ્યામાં 246% જેટલો તોતિંગ વધારો થયો છે. 

છેલ્લા 4 મહિનામાં નવા 3 લાખ યુઝર્સ જોડાયા

કંપનીના જણાવ્યા અનુસાર છેલ્લા 4 મહિનામાં નવા 3 લાખ યુઝર્સ જોડાયા છે જયારે છેલ્લા 2 મહિનામાં અઢી લાખ યુઝર્સ જોડાયા છે. 2019ની સરખામણીમાં સાઈટ ઉપર વિતાવેલો કુલ સમય 3 ગણો વધ્યો છે. કોરોનાનું લોકડાઉન હટી ગયા પછી પણ લોકો વર્ચ્યુઅલ ડેટિંગને વધુ પસંદ કરે છે અને બહાર મળવાનું જોખમ લેવા માંગતા નથી.

 સૌથી વધુ વપરાશકર્તાઓ બૅંગલોરમાં છે

Gleeden Indiaના મેનેજર સિબલ શિડેલે કહ્યું હતું કે તેઓ આ એક્સ્ટ્રા મેરિટલ અફેર વિક્સાવતી એપનો ભારતમાં વધતો ગ્રોથ જાણીને અને લોકોની સ્વીકૃતિથી ખૂબ ખુશ છે. 

Gleeden એપના સૌથી વધુ વપરાશકર્તાઓ બૅંગલોરમાં છે જ્યાં કુલ વપરાશકર્તાઓના 16% યુઝર્સ રહે છે. બીજા સાથે 15.6% યુઝર્સ સાથે મુંબઈ છે. ત્રીજા સ્થાને 15.4% યુઝર્સ સાથે દિલ્હી છે. કંપનીએ એમ પણ નોંધ્યું છે કે ભારતીયો સરેરાશ યુરોપિયન લોકો કરતા વધુ સમય ચેટ કરે છે. ભારતીયો સરેરાશ સાડા ત્રણ કલાક પ્રતિ દિન ચેટિંગમાં વિતાવે છે. 

વિકેન્ડમાં સૌથી વધુ એન્ગેજમેન્ટ થાય છે

એવું પણ નોંધવામાં આવ્યું છે કે વિકેન્ડમાં એટલે કે રજાના દિવસે સૌથી વધુ એન્ગેજમેન્ટ થાય છે. એન્ગેજમેન્ટ સૌથી વધુ રાત્રે 10 થી મધરાત્રે 12 વાગ્યા સુધીના સમયમાં થાય છે. એવું પણ નોંધવામાં આવ્યું છે કે પુરુષ યુઝર્સ એપમાં વધુ ખર્ચ કરે છે. આ એપ પાછળ ખર્ચ કરવાનો દર લોકડાઉનના ગાળા પછી 45% જેટલો વધ્યો છે.     

સંકળાયેલા મુદ્દાઓ

dating app extra marital affair relationship એક્સ્ટ્રા મેરિટલ અફેર ડેટિંગ લગ્નેત્તર સંબંધો OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ