બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સૌથી સસ્તી હોમ લોન ક્યાંથી મળે? મોટી બેન્કમાં કઈ બેસ્ટ, જાણો વ્યાજ અને EMIની વિગત

કામની વાત / સૌથી સસ્તી હોમ લોન ક્યાંથી મળે? મોટી બેન્કમાં કઈ બેસ્ટ, જાણો વ્યાજ અને EMIની વિગત

Last Updated: 06:34 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ લોન લેતા પહેલા દરેક બેન્કોના વ્યાજદર ચકાસી લેવા જોઈએ. જેનો સિબિલ સ્કોર સારો હોય છે તેને આકર્ષક વ્યાજદર ઓફર કરવામાં આવે છે. અહીં તમને જણાવવાનો પ્રયાસ કરીશું કે જો તમે 40 લાખની લોન લો છો તો તમારે કુલ કેટલું વ્યાજ ચૂકવવાનું થશે, તેની EMI કેટલી ભરવાની રહેશે.

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે, તે પોતાનું ઘર વસાવે. આ માટે તે બચત પણ કરતો હોય છે. પરંતુ ઘરની કિંમત વધુ હોવાથી મોટા ભાગના લોકો ઘર ખરીદવા હોમ લોનનો સહારો લેતા હોય છે. પરંતુ જ્યારે તમે હોમ લોન લેવાનું વિચારો ત્યારે અલગ અલગ બેન્કની સરખામણી કરવી જોઈએ. જ્યાં સૌથી ઓછું વ્યાજ હોય ત્યાંથી જ લોન લેવી જોઈએ. જે લોકોનો ક્રેડિટ સ્કોર સારો હોય તેને વ્યાજબી વ્યાજથી લોન મળી રહે છે. આજે આપણે દેશની ચાર મોટી બેન્ક વિશે વાત કરીશું, જેમાં કેટલી EMI અને કેટલું વ્યાજ ચૂકવવાનું થાય છે એ અંગે જાણીશું.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા - દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા હોમ લોન પર 8.50 ટકા વ્યાજ લે છે. જેનો સિબિલ સ્કોર સારો હોય છે તેને આકર્ષક ઓફર આપવામાં આવે છે. જો તમે 8.50 ટકાના વ્યાજ દરે 40 લાખની લોન 20 વર્ષ માટે લો છો તો દર મહિને તમારે 34,713નો હપ્તો ચૂકવવાનો થાય છે. તે મુજબ તમારે બેન્કને 43,31,103 રૂપિયા તો માત્ર વ્યાજ ચૂકવવાના થશે.

home.jpg

બેન્ક ઓફ બરોડા - બેન્ક ઓફ બરોડા નામની આ સરકારી બેન્ક હોમ લોન પર વાર્ષિક 8.40 ટકા વ્યાજ ઓફર કરે છે. જો તમે આ બેન્કમાંથી 40 લાખની લોન 20 વર્ષ માટે લો છો તો દર મહિને તમારે 34,460નો હપ્તો ચૂકવવાનો થાય છે. જેમાં તમારે કુલ મળી 42,70,443 રૂપિયા માત્ર વ્યાજ સ્વરૂપે ચૂકવવાના થાય છે.

ICICI - પ્રાઇવેટની આ બેન્ક હોમ લોન માટે 9 થી 10.05 ટકા વ્યાજ વસૂલે છે. પરંતુ સાથે પ્રી એપ્રુવ્ડ કસ્ટમર્સ માટે 8.75 ટકાના દરે પણ હોમ લોન ઓફર થાય છે. જો તમે 9 ટકાના વ્યાજના દરે ICICI બેન્કમાંથી 40 લાખની લોન 20 વર્ષ માટે લો છો તો દર મહિને તમારે 35,989નો હપ્તો ચૂકવવાનો થાય છે. જેમાં તમારે કુલ મળી 46,37,369 રૂપિયા માત્ર વ્યાજ સ્વરૂપે ચૂકવવાના થાય છે.

વધુ વાંચો: દર મહિને કરો માત્ર 210 રૂપિયાનું રોકાણ, ઘડપણમાં મળશે 5000નું માસિક પેન્શન, જાણો યોજનાની વિગતો

HDFC Bank - આ બેન્ક પણ પ્રાઇવેટ સેક્ટરની છે. આ બેન્ક ગ્રાહકોને 8.75 ટકાથી 9.95 ટકા વ્યાજના દરે હોમ લોન આપે છે. તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમને ઓછા વ્યાજે હોમ લોન મળશે. જો તમે 8.75 ટકાના વ્યાજદરથી 40 લાખની લોન 20 માટે લો છો તો તમારે દર મહિને EMI તરીકે 35,348 ચૂકવવાના થાય. તેનું 20 વર્ષનું કેલ્યુલેશન કરવામાં આવે તો તમારે વ્યાજ પેટે 44,83,623 રૂપિયા ચૂકવવાના થાય.

સંકળાયેલા મુદ્દાઓ

Business Interest and EMI Home Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ