બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દર મહિને કરો માત્ર 210 રૂપિયાનું રોકાણ, ઘડપણમાં મળશે 5000નું માસિક પેન્શન, જાણો યોજનાની વિગતો

અટલ પેન્શન યોજના / દર મહિને કરો માત્ર 210 રૂપિયાનું રોકાણ, ઘડપણમાં મળશે 5000નું માસિક પેન્શન, જાણો યોજનાની વિગતો

Last Updated: 12:59 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atal Pension Yojana: જો કોઈ રોકાણકાર 18 વર્ષની ઉંમરમાં અટલ પેન્શન યોજનાનું સબ્સક્રાઈબર બને છે તો તેને રિટાયરમેન્ટ પર 5000 રૂપિયા મહિનાનું પેન્શન મેળવવા માટે 210 રૂપિયા મહિનાનું રોકાણ કરવું પડશે.

રિટાયરમેન્ટમાં પેન્શન માટે કેન્દ્ર સરકારની એક ગેરેન્ટી સ્કીમ છે. જેમાં તમને નામમાત્રનું પ્રીમિયમ ભરવાનું રહેશે. આ અટલ પેન્શન યોજના છે. આ સ્કીમ અસંગઠીત ક્ષેત્રના વર્કર્સને ધ્યાનમાં રાખતા લાવવામાં આવી છે. સરકારે નાણાકીય વર્ષ 2015-16માં આ યોજનાની શરૂઆત કરી હતી.

money investment saving-account

આ યોજનામાં રોકાણકારને એક હજાર કે બે હજાર ત્રણ હજાર કે 4 હજાર કે 5 હજાર રૂપિયા દર મહિને ગેરેન્ટી પેન્શન 60 વર્ષની ઉંમરથી મળે છે. પેન્શનની રકમ સબ્સક્રાઈબર દ્વારા આપવામાં આવતા યોગદાન પર નિર્ભર કરે છે. કોઈ પણ ભારતીય નાગરિક અટલ પેન્શન યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

યોગ્યતા

સબ્સક્રાઈબરની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે પેન્શનનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. સબ્સક્રાઈબરની પાસે એક સેવિંગ બેંક એકાઉન્ટ કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એકાઉન્ટ હોવું જોઈએ.

money 2

ફક્ત 7 રૂપિયા મહિનાનું રોકાણ

જો કોઈ રોકાણકાર 18 વર્ષની ઉંમરમાં અટલ પેન્શન યોજનાનું સબ્સક્રાઈબર બને છે તો તેને રિટાયરમેન્ટ પર 5000 રૂપિયા મહિનાનું પેન્શન મળવવા માટે ફક્ત 210 રૂપિયા મહિનાનું રોકાણ કરવાનું રહેશે. એટલે કે દરરોજ ફક્ત 7 રૂપિયા. ત્યાં જ 1000 રૂપિયા મહિનાનું પેન્શન મેળવવા માટે મહિનામાં ફક્ત 42 રૂપિયા રોકાણ કરવાની જરૂર પડે છે.

વધુ વાંચો: ઘરના રસોડામાં આ 3 વસ્તુનું પડવું અશુભ સંકેત, તમે થઈ જશો ઠનઠન ગોપાલ!

પતિ-પત્ની બન્ને ઉઠાવી શકે છે ફાયદો

અટલ પેન્શન યોજનાનો ફાયદો પતિ અને પત્ની બન્ને ઉઠાવી શકે છે. આ પ્રકારે ઘરમાં દર મહિને 10,000 રૂપિયા સુધીનું પેન્શન આવશે. જો પતિ કે પત્નીમાં કોઈનું મોત થઈ જાય છે તો બીજાને પેન્શનનો ફાયદો મળશે. ત્યાં જ બન્નેનું મોત થઈ જાય તો બધા પૈસા નોમિનીને પરત મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

રોકાણકાર Investment Atal Pension Yojana અટલ પેન્શન યોજના
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ