બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Germany imposes second and stricter lockdown amid rising second wave

WORLD / આ દેશમાં સરકારે કહ્યું ખરીદી લેજો જરૂરી ચીજવસ્તુઓ, જાહેર કરાયું વધુ કડક લૉકડાઉન

Published By: Shalin

Last Updated: 09:43 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો વિશ્વભરમાં કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં 7.27 કરોડથી વધુ લોકો વૈશ્વિક મહામારીના ઝપેટમાં આવી ગયાં છે. જ્યારે કોરોનાથી 16.20 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

યુરોપિયન દેશોમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલુ છે ત્યારે જર્મની સરકારે મોટો નિર્ણય લીધો છે.

જર્મનીમાં કોરોના વાયરસની બીજી લહેર પસાર થઈ રહી છે. આ વખતે સ્થિતિ માર્ચ-એપ્રિલની સરખામણીએ વધુ ગંભીર છે. જર્મનીના ઘણા શહેરોમાં હોસ્પિટલોની ICU ક્ષમતા 90 થી 95 ટકાથી વધુ ભરાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, જર્મન સરકાર પોતાના દેશમાં અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન લાગુ કરવા જઈ રહ્યું છે. 

જર્મનીમાં કડક લોકડાઉન લાગુ થવાના માત્ર બે દિવસ પહેલા સરકારે લોકડાઉન કરતા પહેલા નાગિરકોને તમામ જરૂરી ચીજવસ્તુની ખરીદી કરવા કહી દીધું છે.

10 જાન્યુઆરી સુધી કડક લૉકડાઉન

ચાન્સેલર એન્જેલા મર્કેલ અને જર્મનીના 16 રાજ્યના રાજ્યપાલોએ રવિવારે કોવિડ -19 ને વધતા અટકાવવા માટે બુધવારથી 10 જાન્યુઆરી સુધી દેશમાં કડક લોકડાઉન લાગુ કરવા સંમતિ આપી દીધી છે.

તમામ દુકાનો, શાળાઓ અને ડે કેર પણ બંધ રહેશે

જર્મનીમાં કડક લોકડાઉન 16 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જેનો સીધો અર્થ એ છે કે નાતાલનો તહેવાર અને નવા વર્ષ જેવા પ્રસંગો પ્રતિબંધમાં પસાર થશે. માર્ચ-એપ્રિલમાં લાદવામાં આવેલા પ્રતિબંધો દરમિયાન જર્મનીમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો ન હતો, પરંતુ આ વખતે નાઇટ કર્ફ્યુની પણ ચર્ચા છે. જર્મનીમાં, તમામ દુકાન, શાળાઓ વગેરે લોકડાઉન દરમિયાન બંધ રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.

નાણામંત્રીએ પણ કરી અપીલ

દેશના નાણામંત્રી પીટર ઓલ્ટમે રવિવારની મોડી રાત્રે કહ્યું કે, "હું આશા રાખું છું કે લોકો કરિયાણા અને આવશ્યક દવાઓ વગેરે જેવી ખૂબ જ જરૂરી વસ્તુઓ ખરીદી લેશે. આપણે શક્ય હોય તેટલું સંક્રમણને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરીશું.

ગંભીર આર્થિક પરિણામો આવશે

નવા લોકડાઉનનાં ગંભીર આર્થિક પરિણામો આવશે. નાતાલ અને નવા વર્ષનો સમય સામાન્ય રીતે ખરીદીનો સમય માનવામાં આવે છે. નાતાલ અને નવા વર્ષની રજાઓ દરમિયાન, લોકો મોટી સંખ્યામાં રજા પર હોય છે અને આ સમય પરિવાર અને મિત્રો સાથે વિતાવે છે. પ્રતિબંધોને લીધે, બે કરતા વધુ પરિવારોના ફક્ત પાંચ લોકો એક સાથે ક્રિસમસની ઉજવણી કરી શકશે.

એક અઠવાડિયા માટે પોતાની જાતને અલગ રાખવી પડશે

મર્કેલે અપીલ કરી છે કે જે લોકો તેમના પરિવાર સાથે નાતાલની ઉજવણી કરવા માંગતા હોય તેઓએ એક અઠવાડિયા અગાઉથી પોતાને અલગ કરી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે જર્મનીમાં, અત્યાર સુધીમાં 1,338,483 લોકોને કોરોના સંક્રમણ થયું છે અને 22,406 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણનો દર માર્ચ-ઍપ્રિલ કરતા વધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Germany lockdown કોરોના વાયરસ જર્મની લૉકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ