બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Geniben Thakors attack on BJP difficult for BJP to win in Banaskantha

લોકસભા ચૂંટણી 2024 / 'બનાસકાંઠામાં ભાજપનું જીતવું મુશ્કેલ છે' ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર

Priykant Shrimali

Last Updated: 11:12 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Geniben Thakor Statement : વડગામના મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઈ રહ્યા છે. ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી હોવાનું નિવેદન

Geniben Thakor Statement : લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગઢ ગામમાં રાત્રિસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠામાં ભાજપની જીત મુશ્કેલ છે. આ સાથે તેમણે કહ્યું કે, વડગામના મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઈ રહ્યા છે. ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી હોવાનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, ધનશક્તિથી લોકશક્તિ ખરીદી નથી શકાતી.

બનાસકાંઠા લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જિલ્લાના ગામડા ખૂંદીને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સતત ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે ગઢ ગામમાં આયોજીત રાત્રિ સભામાં ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ગેનીબેને કહ્યું કે, મારે લોકસભાની ચૂંટણી લડવી ન હતી, પણ મને કિરીટ પટેલે કહ્યું. આ સાથે તેમણે કહ્યું કે, પાર્ટી સંઘર્ષમાં છે તેવા સમયે ચૂંટણી લડવી પડે. અમારા સમાજના અનેક દીકરાઓ પણ જેલમાં છે અને પાટીદાર સમાજના યુવકો પર પણ ખોટા કેસ થયા છે.

વધુ વાંચો: ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા દર્શને

બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે રાત્રિ સભામાં ગેનીબેને કહ્યું કે, ભાજપને બનાસકાંઠામાં જીતવું કાઠુ લાગી રહ્યું છે એટલે તો બહારથી મતદારો લાવવા પડી રહ્યા છે. તેમણે કહ્યું કે, વડગામમાં મતદારોની યાદી કેન્સલ કરી પાલનપુરમાં લવાઇ રહ્યા છે તો રાધનપુરથી મતદારોને ભાભરમાં લવાઇ રહ્યા છે. ગેનીબેને આક્ષેપ કર્યો કે, ઉમેદવારો નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ ચેન્જ થઈ છે, આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહી હોય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Geniben Thakor Statement Lok Sabha Election 2024 geniben thakor ગેનીબેન ઠાકોર બનાસકાંઠા રેખા ચૌધરી લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ