બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / General Physician Dr. Mitesh Shah advice coronavirus gujarat
કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ડૉ. મિતેષ શાહે કેટલીક સલાહ આપી હતી. તેમણે કોરોના સામે કેવી તકેદારી રાખવી, કેવી રીતે લડી શકાય અને કેવી રીતે બચી શકાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
ADVERTISEMENT
મહામારીથી કેવી રીતે બચી શકાય?
જો મેડિકલી થોડું ધ્યાન આપીએ અને સાવધાની રાખીને કાળજી લઈએ તો ઘરમાં કે તમારા પરિવારમાં કોરોના નહીં આવે. લૉકડાઉનમાં હાલ ઘરે છો તો ત્યારે અવનવી વાનગી બનાવવા કરતા હેલ્ધી ખાવાનું રાખો. જો કોઇ ઉધરસ કે છીંક ખાય તો ત્રણ ફૂટ સુધી વાયરસના ડ્રોપલેટ્સ (કણો) હવામાં ફેલાય અને પછી કોઈ પણ સપાટી પર તે બેસી જતાં હોય છે. આ મહામારીથી ચોક્કસપણે બચી શકાય છે અને તેમાં કોઈ ડરવાની જરૂર નથી. આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ લાવવો પડશે.
ADVERTISEMENT
ઈમ્યુનિટિ કેવી રીતે વધારી શકાય?
ADVERTISEMENT
ઉકાળો પીવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે ઉકાળો પીવામાં કોઈ મોટું નુકસાન નથી પરંતુ કેટલાંય લોકોને ઉકાળાથી એસિડિટી, વોમિટિંગ જેવી બીમારીઓ થતી હોય છે. જો વ્યક્તિને ઉકાળો સદતો હોય તો તેને પીવો જોઈએ.
કપડાના ગ્લવ્ઝ પહેરવાનું ટાળો કારણ કે...
ADVERTISEMENT
માસ્ક, ગ્લવ્ઝ, સેનેટાઈઝર, ડિસઈન્ફેક્શન લિક્વિડ ગ્લવ્ઝના ઉપયોગથી તમે મહામારીથી બચી શકો છો. કપડાના ગ્લવ્ઝ પહેરવાનું ટાળો કારણ કે તેમાંથી પાણી ઑબ્ઝર્વ થાય છે. ગ્લવ્ઝ પ્લાસ્ટિક કે રબરના હોય તે જ પહેરો. જૅલ બેઝ્ડ અને વોટર બેઝ્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરો. સાબુ કે હેન્ડ વૉશથી 40 સેકન્ડ સુધી દિવસમાં 4-5 વખત હાથ ધોવાનું રાખો. ઘરમાં જે નાની અમુક જગ્યાઓ છે જેનાથી ઈન્ફેક્શન થવાના ચાન્સ વધારે હોય તેને ડિસઈન્ફેક્ટ કરવાનું રાખો.
ADVERTISEMENT
જૂતાં ઘરમાં રાખતાં હોવ તો ખાસ ધ્યાન રાખો
ઘરની બહાર જાઓ તો માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને જાઓ. શાકભાજી અને ફ્રૂટ ખરીદવા જાઓ તો એક ડોલ લઈને જાઓ અને તેમાં લઈને આવો. ઘરમાં આવીને સૌપ્રથમ તેને પાણીમાં બેકિંગ સોડા ઉમેરી દો. જેનાથી કોરોના તેમ જ પેસ્ટિસાઈઝ્ડ પણ દૂર થઈ જશે. જ્યારે તેમણે જૂતાંને લઈને ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું કે જો તમે જૂતાં ઘરની બહાર રાખો છો તો સારી બાબત છે. પરંતુ તમે જૂતા ઘરની અંદર ઉતારતા હોવ તો બહારથી આવીને સૌપ્રથમ તેના જૂતાના સૉલને ડિસઇન્ફેક્ટ કરો. આ સૌથી મહત્વની વાત છે.
ADVERTISEMENT
ઘરમાં આઈસોલેશન કેવી રીતે રહી શકાય?
જે કોરોનાના દર્દીઓને લક્ષણો જણાતા નથી કે સામાન્ય લક્ષણો છે તેઓ ઘરમાં આઈસોલેટ રહી શકે છે. તેનાથી 2 ફાયદા છે કે ઘરે રહી શકે છે અને હોસ્પિટલમાં જે જરૂરી છે તેવા દર્દીઓ માટે બેડ ખાલી રહેશે. આવામાં એક સામાન્ય ડાયટ ફોલો કરીને દર્દી પોતાની ઈમ્યુનિટિને સારી રીતે મેઈન્ટેન કરી શકે છે. કોરોના વાયરસ જલ્દી સ્પ્રેડ થાય છે એટલે તેનો હાઉ ઊભો થયો છે પરંતુ તેને ડરવાની જરૂર નથી. આ વાયરસથી ડરવાની જરૂર નથી પરંતુ તેને અટકાવવાની જરૂર છે અને તેની માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ડિસઈન્ફેક્શનની પ્રક્રિયાથી સંપૂર્ણપણે સલામત રહી શકાય છે.
ઘરમાં આવતાની સાથે શું ધ્યાન રાખવું?
ઘરની બહાર જ બંધ ડસ્ટબીનમાં ગ્લવ્ઝ કે માસ્ક ડિસ્પોઝ કરી દો. પોતાના કપડાંને સીધા કાઢીને ગરમ પાણીમાં ડિટર્જન્ટ કે ડિસઈન્ફેક્શન લિક્વિડ નાંખીને એક કલાક સુધી પલાળી રાખો. કોરોના અલગ અલગ સપાટી અલગ અલગ સમય સુધી જીવિત રહી શકે છે. કાર્ડ બોર્ડ પર સૌથી ઓછો સમય જીવિત રહે છે પરંતુ પ્લાસ્ટિક અને
બાળકો અને વડીલોએ ખાસ ધ્યાન રાખવું
બાળકોને બહાર રમવા મોકલશો નહીં જ્યારે તેને ઘરમાં બાળકને વ્યસ્ત રાખવા માટે તેની સાથે સમય વીતાવો કે તેને પ્રવૃત્તિ આપો જેથી તે મોબાઈલ અને ટીવીની લત ન લાગી જાય.
વડીલો ખાસ કરીને જેમની ઉંમર 60 ઉપરની છે અથવા તો કોઈ બીમારી છે તેમણે આ મહામારી ઓછી ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો. કારણ કે આ લોકોને સંક્રમણ થવાની સૌથી વધારે શક્યતા છે અને તેમને બચાવવાની સંભાવના પણ ઓછી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.