બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભૂપેન્દ્ર સરકાર 'નાયક'ના રોલમાં, એક નહી બે અધિકારીઓને કર્યા છૂટા, અન્યોમાં ફફડાટ
Last Updated: 12:46 PM, 3 June 2025
ગેરરીતિઓ અને અપ્રામાણિક કર્મચારીઓ-અધિકારીઓને લઈ સરકારે લાલ આંખ કરી છે. જેમાં અપ્રામાણિક અને ગેરરીતીઓના કિસ્સામા પ્રોબેશન પીરીયડમાં ઉપરી અધિકારીઓ દ્વારા કડક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુ બે અધિકારીને છૂટા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બંને અધિકારી સામે તપાસ ચાલી રહી હતી
સરકારે 2 વન અધિકારીને નોકરીમાંથી છુટા કર્યા છે. ગોધરા રેન્જના વન અધિકારી વિજય ચાવડા તેમજ ગોધરા રેન્જના આકાશ પડશાલાને પણ નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે. બંને અધિકારી સામે ચાલી રહેલી તપાસ બાદ સરકારે નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોરોનાના વધતા કેસોએ જન્માવી ચિંતા, રાજકોટમાં નવા 8 કેસ નોંધાયા, ભાવનગરમાં 9 વર્ષના બાળકનો રિપોર્ટ

ADVERTISEMENT
બન્ને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, પ્રોબેશન પીરિયડમાં જ બન્ને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ અનેક અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.