બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / કોરોનાના વધતા કેસોએ જન્માવી ચિંતા, રાજકોટમાં નવા 8 કેસ નોંધાયા, ભાવનગરમાં 9 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
Last Updated: 12:28 PM, 3 June 2025
અમદાવાદની સાથે હવે રાજકોટ અને ભાવનગરમાં પણ શહેરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે રાજકોટની વાત કરીએતો રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે..આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ 40 એક્ટિવ કેસ થયા છે. આ તરફ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 9 વર્ષનો બાળકો કોરોના પોઝિટિવ આવ્યો છે.. આ સાથે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 8 પર પહોંચી છે, આ તમામ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મહત્વનુું છે કે અમદાવાદમાં ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા.. LG હોસ્પિટલમાં 18 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયાનું સામે આવ્યું હતું. એક દિવસ પહેલા 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું હતું. હાલ અમદાવાદમાં કોરોનાના 197 સક્રિય કેસ છે. અમદાવાદમાં એક અઠવાડિયામાં કોરોનાથી 2 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી પાંચ લોકોના મોત થયા છે. ઉપરાંત સક્રિય COVID-19 કેસોની સંખ્યા વધીને 4,026 થઈ ગઈ છે. મૃત્યુ પામેલા પાંચ દર્દીઓ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના છે. આ બધા દર્દીઓ પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દિલ્હીમાં કોરોનાના 393, ગુજરાતમાં 397, કર્ણાટકમાં 311, કેરળમાં 1416, મહારાષ્ટ્રમાં 494, યુપીમાં 138, તમિલનાડુમાં 215 અને પશ્ચિમ બંગાળમાં 372 સક્રિય કેસ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગર્ભપાત કરાવતી દુષ્કર્મ પીડિતાઓ પાસેથી હોસ્પિટલો ઓળખપત્ર માંગી ન શકે: હાઈકોર્ટ
કોરોનાના નવા પ્રકારનાં લક્ષણો
ADVERTISEMENT
કોરોના વાયરસના નવા કેસોમાં વધારો થવાનું કારણ NB.1.8.1 સબ-વેરિઅન્ટ છે જે કોવિડ-19નો ઓમિક્રોન વેરિઅન્ટ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પુષ્ટિ આપી છે કે, આ નવો સ્ટ્રેન ઝડપથી ફેલાય છે અને ખૂબ જ પરિવર્તનશીલ છે પરંતુ તે હળવી બીમારીનું કારણ બને છે. સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, નાક વહેવું અને ભૂખ ન લાગવી સામેલ છે. આ વાયરસ મોસમી ફ્લૂ જેવો જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.