બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / 18 IASની બદલીની પડદા પાછળની કહાની, જાણો ગાંધીનગરના રાજકારણમાં શું બદલાઈ રહ્યું છે?
Mahadev Dave
Last Updated: 04:17 PM, 2 August 2024
બુધવારે મોડી સાંજે અચાનક ગાંધીનગરમાંથી મોટા સમાચાર આવ્યા અને એક સાથે 18 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી થઈ ગઈ. 18 IAS અધિકારીઓની બદલીમાં મોટા ભાગના સિનિયર અધિકારીઓ છે. ઘણાને સારી જગ્યા મળી છે તો ઘણાનું નબળી જગ્યાએ પોસ્ટિંગ થયું છે. આ બધાની વચ્ચે પાંચેક અધિકારીઓની નિમણૂંક પર સૌ કોઈની નજર અટકી ગઈ છે. એક સમયે પૂર્વ સીએમ વિજય રૂપાણીના ખાસ ગણાતા અધિકારીઓનું કમબેક થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે અધિકારીઓ પર હવે કોઈના ખાસ હોવાનો ટેગ રહ્યો નથી. સાથે જ પૂર્વ આઈએએસ કે. કૈલાસનાથનની અસર પણ વહીવટી તંત્ર પરથી દૂર થાય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
પરંતુ છેલ્લે થયેલી બદલીએ ઘણા સમીકરણ બદલી નાખ્યા છે.ખાસ કરીને પાંચેક અધિકારીઓની નિમણૂંક પર સૌ કોઈની નજર અટકી ગઈ છે. મનોજ કુમાર દાસને 3 વર્ષ બાદ ફરી મુખ્યમંત્રી કાર્યાલયમાં એન્ટ્રી આપવી અને જયંતી રવિને રેવન્યુ જેવા મહત્વના ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવા એ જ દર્શાવે છે કે હવે તેમના પર વિજય રૂપાણીનો ટેગ નથી રહ્યું. તેવી જ રીતે મનોજ કુમાર દાસ, જે રૂપાણી સરકારમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. તેમનું પણ કમબેક થયું છે. એક સમયે પૂર્વ સીએમ રૂપાણીના ગયા પછી મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલ આરુઢ થયા એ સાથે જ રૂપાણીના માનીતા તમામ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. જેમાં દાસ પણ એક હતા. તેની સાથે અશ્વિની કુમાર, ડી. એચ. શાહ સહિતના ઘણા અધિકારીઓનો સમાવેશ થાય છે. પરંતુ 'દાદા'ની સરકારને બે વર્ષ થયા ત્યારે એમ. કે. દાસ અને અશ્વિની કુમારનો વનવાસ પૂર્ણ થયો અને ખૂબ સારા વિભાગોના હવાલા સાથે તે પરત આવ્યા. હતા. જેમાં દાસને રેવન્યુ અને અશ્વિની કુમારને શહેરી વિકાસ જેવા ખાતા મળ્યા હતા.
ADVERTISEMENT
દરમિયાનમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન જેને KKના ઉપનામથી ઓળખવામાં આવે છે. ગત મહિને તેમનો પણ વિદાય સમારોહ યોજાઇ ગયો હતો. જેના પછી સચિવાલય અને સરકારમાં નવા સમીકરણો રચાયા હતા. જેની અસર બુધવારે થયેલી 18 IAS અધિકારીઓની બદલીમાં દેખાઈ. કેકેની ગણના સુપરસીએમ તરીકે થતી હતી. પરંતુ ગઇકાલે થયેલી બદલીમાં મુખ્યમંત્રીના ACS પંકજ જોશીને સૌથી વધુ મહત્વ અપાયું છે. આમ પણ કેકેની વિદાય બાદ કેકેના ખાતા પંકજ જોશી અને અવંતિકા સિંઘ વચ્ચે વહેચી દેવાયા હતા. પરંતુ હવે પંકજ જોશીને કેકે વાળી જ ચેમ્બર ફાળવી દેવામાં આવી છે અને કેકે પાસે જે-તે વખતે રહેલા મહત્વના ખાતા જ તેમને ફાળવી દેવાયા છે. આ ઉપરાંત સુનયના તોમરને ACS ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, અંજુ શર્માને ACS એગ્રીકલ્ચર, મમતા વર્માને ACS ઇન્ડસ્ટ્રીઝ અને એસ. જે. હૈદરને ACS ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તરીકે મૂકવામાં આવ્યા છે.
વધુમાં એક મહત્વનો મુદ્દો એ છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ખાસ અધિકારી તરીકે જેમની ગણના થતી હતી તેવા મનોજ કુમાર દાસને 3 વર્ષ બાદ ફરી મુખ્યમંત્રીના ACS તરીકે મૂકવામાં આવ્યા છે અને વધુમાં તેમણે ગૃહ વિભાગનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. આવી જ રીતે જયંતી રવિને રેવન્યુ વિભાગના ACS તરીકે નિમણૂંક અપાઈ છે. અને આ પૂર્વે અશ્વિની કુમારને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા હતા. આનો સીધો અર્થ એ થાય કે કાં તો અધિકારીઓએ મહેનત કરીને દાદાની નજરમાં સાબિત કરી આપ્યું કે હવે તેઓ રૂપાણીના માણસો નથી પણ હાલની સરકારના વફાદાર સૈનિકો છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી, 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ, આટલી રકમ રિફંડ
એટલે કે હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર સંપૂર્ણપણે વહીવટ પોતાના હાથમાં રાખીને માત્ર ગુજરાતના વિકાસ પર ફોકસ કરી રહી છે. આ બદલી દ્વારા અધિકારીઓ અને વહીવટી તંત્રને એક સંદેશો અપાયો છે કે હવે કોઈના ખાસ હોવા માત્રથી જ નહીં, પરંતુ કામ કરવાથી જ ટકી શકાશે. એક રીતે સીએમ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે સંપૂર્ણ દોરીસંચાર પર પોતાની પકડ હોવાનો સંદેશો પણ અધિકારીઓને આપી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT