ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / gadar 2 sakina aka ameesha patel love affair rumours leak her bold look from film after this release date of trailer

બોલિવુડ / તો આ દિવસે રિલીઝ થશે ફિલ્મ Gadar 2! મુવીમાં જોવા મળશે સન્ની પાજીનો એક્શન અવતાર

Published By: Premal

Last Updated: 12:10 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'ગદર 2' ઘણા દિવસોથી ચર્ચામાં રહી છે, ક્યારેક અમીષા પટેલ તો ક્યારેક સની દેઓલ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયામાં Gadar 2ની ફિલ્મ અને ટ્રેલરને લઇને ચર્ચા થઇ રહી છે.

ADVERTISEMENT

  • આ તારીખે રીલીઝ થશે Gadar 2
  • ફિલ્મનુ ટ્રેલર પણ જલ્દી રીલીઝ કરવામાં આવશે
  • અમીષા પટેલ અને સની દેઓલ પોતાના લુકને કારણે ચર્ચામાં આવ્યાં 

ફિલ્મ ગદર 2ના વિલનનો રોલ મનીષ વાધવા કરશે 

ફિલ્મ ગદરમાં તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી સુપરહિટ રહી છે. જ્યારથી ફિલ્મ ગદર 2 આવવાની વાત સામે આવી છે, ત્યારથી ફિલ્મ ચર્ચામાં આવી ગઇ છે. ફિલ્મ રિલીઝ પહેલા સકીના અને તારા સિંહ દરેક બાજુ છવાઈ ગયા છે, ક્યારેક લુકને લઇને તો ક્યારેક સેટ પરથી લીક વીડિયોને લઇને. તો એક વખત ફરીથી તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી ગદર 2ની સાથે રીલીઝ થવાની છે, પરંતુ થોડા દિવસ પહેલા જાણવા મળ્યું હતુ કે ફિલ્મ ગદર 2ના વિલનનો રોલ મનીષ વાધવા કરવાના છે. ફિલ્મના અને સ્ટાર કાસ્ટ સાથે જોડાયેલા અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. 

ગદરની સિક્વલ ટૂંક સમયમાં થિયેટરોમાં જોવા મળશે

એટલું જ નહીં, અભિનેત્રી અમીષા પટેલ અને અભિનેતા સની દેઓલના ઘણા ફોટો અને વીડિયોને લઇને લાઈમલાઈટ વધારી રહ્યાં છે. આની પહેલા અભિનેત્રી અમીષા પટેલ ઉર્ફે સકીના પોતાની એક પાક અભિનેતાની સાથે એક રોમેન્ટીક વીડિયો અને હૉટ ફોટોને લઇને પણ ચર્ચામાં રહી હતી. સની દેઓલ અને અમીષા પટેલની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સિક્વલ ટૂંક સમયમાં થિયેટરોમાં જોવા મળશે. 2001માં રીલીઝ થયેલી ફિલ્મ ગદરની કહાની બધા દિલમાં રહી ગઇ છે.

ફિલ્મ 'ગદર 2' 11 ઓગષ્ટે રીલીઝ થશે

ફિલ્મ ગદર 2 બોલીવુડની આગામી ધમાકેદાર ફિલ્મ થવાની છે. ફિલ્મના શુટિંગનુ કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને લગભગ 80 ટકા શુટિંગનુ કામ થઇ ગયુ છે. ગદર 2 ફિલ્મનુ સત્તાવાર ટ્રેલર શુટિંગ પુરું થયા બાદ જલ્દી રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ ગદર 2 11 ઓગષ્ટ 2023ના રોજ રીલીઝ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ameesha Patel Ameesha Patel Bold Look Sunny Deol gadar 2 Gadar 2

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ