બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Future Situation of DPS School Students Demanding Disposal

અમદાવાદ / લંપટ નિત્યાનંદના રવાડે ચડેલી DPS સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ, વાલીઓ હાઈકોર્ટના દ્વારે

Published By: Ravi

Last Updated: 04:48 PM, 3 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ હાથીજણ સ્થિત ડીપીએસ ઇસ્ટના ટ્રસ્ટીઓનાં કૌભાંડનો ભોગ ૮૦૦ જેટલા વિદ્યાર્થી અને વાલીઓ બન્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓ આજે સવારે મણિનગરના  ઉત્તમનગર ગાર્ડન ખાતે એકઠા થયા હતા. દરેક વાલીઓને એક જ ચિંતા છે કે તેમનાં બાળકનું શું થશે. ધોરણ એક થી આઠનાં બાળકોને ભણવામાં વાંધો નહીં આવે એવી રહી સહી આશા પર ગઈ કાલે પાણી ફરી વળ્યું છે. હવે વાલીઓ તેમનાં બાળકોનાં ભવિષ્યને લઈને હાઇકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

  • ડીપીએસ ઇસ્ટના ટ્રસ્ટીઓનાં કૌભાંડનો ભોગ ૮૦૦ જેટલા વિદ્યાર્થી અને વાલીઓ બન્યા
  • દરેક વાલીઓને એક જ ચિંતા છે કે તેમનાં બાળકનું શું થશે
  • શાળાના ટ્રસ્ટીઓના પાપે વાલીઓનો મરો છે

 

જાણો DPS સ્કૂલના વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા?

આ અંગે સાતમા ધોરણમાં ભણતા અત્યંત વ્યથિત વિદ્યાર્થી ક્રિષ્નન ગોયલે કહ્યું હતું કે હું નર્સરીથી આ સ્કૂલમાં ભણું છું. હું નવી સ્કૂલમાં સેટ નહીં  થઈ શકું. નવા ફ્રેન્ડ નહીં બને. મારે સાતમું ધોરણ રિપિટ કરવું પડશે. કેમકે બીજે એડમિશન મળતું નથી.

સાતમા ધોરણમાં ભણતા અંશુલ શાહનાં મમ્મી ઋજુતાબહેને કહ્યું હતું કે સ્કૂલ વાળા અમારી સાથે અત્યંત અપમાનજનક વ્યવહાર કરે છે. ગઈ કાલે અમે સવારના આઠથી સાંજે છ સુધી ભૂખ્યા બેસી રહ્યાં પણ અમને જોઈને કેન્ટીન બંધ કરી દીધી શાળામાં પ્રવેશવા પણ નહોતાં. દરરોજ બાળક પૂછે છે કે સ્કૂલે જવાનું કે નહીં? અમે તમામ સ્કૂલ એસોસીએશનને અમારી સાથે જોડાવા અપીલ કરીશું. છેક સુધી લડી લઈશું અને શુક્રવારે સ્ટ્રાઇક કરીશું. 

શાળાના ટ્રસ્ટીઓના પાપે વાલીઓનો મરો છે

અમારાં બાળકો અત્યારે ડિપ્રેશનમાં છે. શાળાના ટ્રસ્ટીઓના પાપે વાલીઓનો મરો છે. અંદાજે ૮૫૦ બાળકનું ભવિષ્ય હાલના સંજોગોમાં અનિશ્ચિત બન્યું છે. અન્ય કોઈ જે તે વિસ્તારની શાળાઓમાં વેકેન્સી નથી. હજુ ડીપીએસ દ્વારા વિદ્યાર્થીઓને એલ.સી. આપવાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. જાયે તો જાયે કહાં જેવો ઘાટ વિદ્યાર્થી અને વાલીઓને માટે થયો છે. સીબીએસઈ છે એટલે અજમેરની ગુજરાતની રિજિયન કચેરી જ નિર્ણય લેશે. એમ કહીને ગુજરાત શિક્ષણ બોર્ડ હાથ ઊંચાં કરી રહ્યું છે. હાલ હવે કોઈ ન્યાય અપાવી શકે તે મુદ્દે વાલીઓ એકઠા થઈને ન્યાયનું શરણું લેવાનો નિર્ણય કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news DPS DPS school ahmedabad nityanad aashram students ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ