બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / From jewelery stolen from homes to depositing in bank lockers, police are shocked by the dreaded Punia gang's modus operandi in burglaries

અમદાવાદ / ઘરમાંથી ચોરેલા દાગીનાથી લઈ બેન્કના લૉકરમાં મૂકવા સુધી, ઘરફોડમાં આતંક મચવાતી પુનિયા ગેંગ ઝબ્બે, મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી

Vishal Khamar

Last Updated: 09:34 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ ચોરી કરીને આંતક મચવાતી પુનિયા ગેંગ ઝડપાઇ. અમદાવાદ ગ્રામ એલસીબીની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી સાત ગુનાનો ભેદ ઉકેલાયો છે.

  • અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
  • ઘરફોડ ચોરી કરી આતંક મચાવનાર પુનિયા ગેંગ ઝડપાઈ
  • ત્રણ આરોપીઓની ધોળકા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાત્રિના સમયે ચોરી કરતી એક ટોળકી સક્રિય થઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય ની અંદર કુલ ત્રણ સુરેન્દ્રનગર જિલ્લા અને ગ્રામ્ય માં ત્રણ અને વિરમગામની અંદર એક ફરિયાદ દાખલ થઈ હતી. ધોળકામાં રહેતો પૂનમ ઉર્ફે પુનિયો ઠાકોર અને તેના બે સાચી અલ્પેશ પટેલ અને અશોક પટેલ સાથે મળીને રાત્રિના સમયે ઘરની અંદર પ્રવેશ કરી સોના અને ચાંદી સહિત રકમોની ચોરી કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને હ્યુમન સોર્સના માધ્યમથી બાદની મળતા ત્રણેય આરોપીને ધોળકા વિસ્તારની અંદર આવેલી બલાસ ચોકડી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

ચોરી કરેલ સોના ચાંદીનાં દાગીનાં પરિવારનાં સભ્યોને આપતા
પુનિયા ગેંગનો મુખ્ય આરોપી પૂનમ ઉર્ફે પુણ્યો જેની સામે અગાઉ કુલ 16 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે વધુ છ ગુનાનો ભેદ ઉગેલા હતા. હવે તેની સામે કુલ 22 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પુનિયા ગેંગ ના સાગરીતો દિવાલ ચડવામાં અને ઘરની અંદર પ્રવેશ કરવામાં માહિર હતા. જેના કારણે આ ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવતો હતો. આરોપીઓ ચોરી કર્યા બાદ ત્યાંથી ધોળકા તરફ ફરાર થઈ જતા હતા. અને ચોરી કરેલી સોનાના દાગીના પોતાના પરિવારના સભ્યોને આપતા હતા. અન્ય ચોરીના દાગીનાઓ અલગ અલગ બેંકની અંદર લોકર ખોલાવીને મુકતા હતા. હાલ અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ સોનાના દાગીના જેની કિંમત ફુલ 20 લાખ છે સાથે ત્રણ મોબાઈલ એક બાઈક મળીને કુલ 22,15,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે.  

પુનિયા ગેંગના સભ્યોનો ગુનાહિત ઇતિહાસ

પૂનમ ઠાકોર ઉર્ફે પુનિયો
અમદાવાદ ગ્રામ્યમાં 6, મહેસાણા જિલ્લામાં 3, સુરેન્દ્રનગર જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં 2 અને બોટાદ જિલ્લામાં 2 ગુન્હામાં પકડાયેલ હતો

અલ્પેશ પટેલ ઉર્ફે અલ્પો

અમદાવાદ ગ્રામ્યમાં 3 મહેસાણા જિલ્લામાં 3 સુરેન્દ્રનગર જિલ્લામાં 3 અને ખેડા જિલ્લામાં 2 ગુનામાં પકડાયેલ હતો. 

પોલીસે પુનિયા ગેંગનાં આરોપીઓની પૂછપરછ કરી 7 ભેદ ઉકેલ્યા
અમદાવાદ ગ્રામ્ય પોલીસે પુનિયા ગેંગના આરોપીની પૂછપરછ કરીને ગ્રામ્ય ના 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે ગુના આચાર્ય છે કે નહીં અને અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ