બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આયુષ્માન કાર્ડ પર 3 ફેબ્રુઆરીથી મફત સારવાર બંધ! રાજ્યની 600 પ્રાઈવેટ હોસ્પિટલોનો નિર્ણય

જાણવા જેવું / આયુષ્માન કાર્ડ પર 3 ફેબ્રુઆરીથી મફત સારવાર બંધ! રાજ્યની 600 પ્રાઈવેટ હોસ્પિટલોનો નિર્ણય

Last Updated: 07:29 PM, 28 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ અત્યારે આયુષ્માન ભારત યોજનાનો લાભ અનેક જણા લેતા હોય છે. જેના કારણે હાલ અત્યારે ખૂબ સંખ્યા વધી ગઇ છે. જેથી એક મોટી જાહેરાત કરવામાં આવે છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે, જાણો શું કરી છે જાહેરાત ?

કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાનો લાભ અનેક લોકો લેતા હોય છે. તો તેના સંખ્યા વધવાના કારણે હોસ્પિટલો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે એક રાજ્યમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે રાજ્યની 600 ખાનગી હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર આપવાનું બંધ કરવામાં આવશે.

ayushman-card 2

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

તો આ નિર્ણય હરિયાણામાં લેવામાં આવ્યો છે. ત્યાંની ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આ નિર્ણયના કારણ આપતા કહે છે કે સરકારે હજુ સુધી તેમની 450 કરોડ રૂપિયાની ભરપાઈ કરી નથી. એસોસિએશન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના પ્રતિનિધિમંડળે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે પણ આ સમસ્યા અંગે મુલાકાત કરી છે અને ચર્ચા કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી.

ayushman-card

હરિયાણામાં 1.2 કરોડ આયુષ્માન નોંધણી

કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી આયુષ્માન ભારત યોજના સાથે હરિયાણામાં લગભગ 1,300 હોસ્પિટલોને જોડવામાં આવી છે અને તેમાંથી 600 ખાનગી હોસ્પિટલો છે, જેમાંથી લગભગ 60 હોસ્પિટલો ગુરુગ્રામમાં નોંધાયેલી છે. રાજ્યના લાભાર્થીઓની વાત કરીએ તો એકલા હરિયાણામાં જ આયુષ્માન ભારત યોજનાના 1.2 કરોડ લાભાર્થીઓ નોંધાયેલા છે. આ યોજના હેઠળ હરિયાણા સરકારે વિવા કાર્ડ પણ બનાવ્યા છે.

Ayushman-yojana.jpg

હરિયાણાની આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલ આ 600 ખાનગી હોસ્પિટલો આ યોજના હેઠળ દર્દીઓને સારવાર આપવાનું બંધ કરશે. સંગઠનનું કહેવું છે કે સરકાર પાસે વળતરના 450 કરોડ રૂપિયા બાકી છે અને હજુ સુધી માત્ર 10-15 ટકા રકમ ચૂકવવામાં આવી છે

2018 થી શરૂ કરીને, 5 લાખ સુધીની મફત સારવાર

નોંધનીય છે કે મોદી સરકારે લોકોને મફત આરોગ્ય સેવાઓ આપવા માટે વર્ષ 2018 માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બની ચૂક્યા છે. તેના હેઠળ જારી કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારે આમાં મોટો ફેરફાર કર્યો હતો અને કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો અને આ અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આ સરકારી યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મહાકુંભ જતા ભક્તો માટે એડવાઈઝરી જાહેર, વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને આપી આ જરૂરી સૂચના

આ મામલે CMનું નિવેદન

આ સમગ્ર મામલે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની તરફથી પણ નિવેદન આવ્યું છે અને તેમાં તેમણે આયુષ્માન ભારત કેસના વિવાદ અંગે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, 'હું ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરોને મળ્યો છું અને અમે 26 જાન્યુઆરીએ તેમના 786 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી છે. હવે કેટલાક રૂપિયા 200 કરોડ બાકી છે, જે પણ વહેલી તકે ચૂકવવામાં આવશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ayushman card hariyana health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ