બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:14 PM, 28 January 2025
પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભમાં વિશ્વભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. ત્યારે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મહાકુંભ ઓથોરિટીએ બુધવારે આવતી મૌની અમાવસ્યા અંગે એક એડવાઈઝરી જાહેર કરી છે. ભક્તોને સલામતીના નિયમોનું પાલન કરવા અને અધિકારીઓને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભક્તોએ સંગમ ઘાટ સુધી પહોંચવા માટે નિર્ધારિત લેનનો ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે ફક્ત રીટર્ન લેનમાંથી જ બહાર નીકળો. ઘાટ પર બિનજરૂરી રીતે લાંબા સમય સુધી ન રહો.
ADVERTISEMENT

ADVERTISEMENT
એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્નાન માટે લાખો ભક્તો સંગમ ઘાટ પર આવશે. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. પોલીસ પ્રશાસને સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે કડક પગલાં લીધા છે. મહાકુંભમાં તૈનાત પોલીસ દળ, ટ્રાફિક અધિકારીઓ અને ખાસ ડોકટરોની ટીમો કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં મદદ પૂરી પાડવા માટે 24 કલાક એક્ટિવ રહેશે. મૌની અમાવસ્યા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને પોલીસને સહકાર આપવા, સતર્ક રહેવા અને કોઈપણ જરૂરિયાતના કિસ્સામાં મદદ લેવા અપીલ કરવામાં આવી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ વાંચો : 'આગામી 15 દિવસ માટે અયોધ્યા ન આવશો...' આ કારણે રામ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને કરી અપીલ
ADVERTISEMENT
વહીવટીતંત્રે ભક્તોને અપીલ કરી છે કે બધા ઘાટ પવિત્ર છે. ભીડ ટાળવા માટે તમે જે પહેલા ઘાટ પર પહોંચો ત્યાં સ્નાન કરો. તમને જણાવી દઈએ કે મૌની અમાવસ્યાના દિવસે સંગમમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો છે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.