ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'આગામી 15 દિવસ માટે અયોધ્યા ન આવશો...' આ કારણે રામ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને કરી અપીલ

અપીલ / 'આગામી 15 દિવસ માટે અયોધ્યા ન આવશો...' આ કારણે રામ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને કરી અપીલ

Last Updated: 06:01 PM, 28 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકુંભ માટે આવેલા ભક્તો પહોંચી શકે છે અયોધ્યા, ભીડભાડ થવાની શક્યતા ખરી. જાણો શું છે સમગ્ર ઘટના.

ADVERTISEMENT

મૌની અમાવસ્યાના કારણે શહેરમાં પહેલેથી જ ભીડ જામી છે. બીજું કે, મહાકુંભ માટે આવેલા ભક્તો હવે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી શકે છે. હવે આ ભક્તોના પ્રેમથી મંદિરમાં ભીડ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રામ મંદિર ટ્રસ્ટે ભક્તોને આપી સલાહ.

મૌની અમાવસ્યાના લીધે 10 કરોડ ભક્તો પ્રયાગરાજ પહોંચી શકે છે અને એમાંય પાછુ અયોધ્યા ત્યાંથી 168 કિલોમીટર દૂર છે. એવામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે ભક્તોને 15 દિવસ પછી જ અયોધ્યા આવવાની સલાહ આપી છે.

વધુ વાંચો: મોતને મ્હાત! દરિયા કિનારે બેઠેલી મા-દીકરીને મોજાએ બાનમાં લીધી, શ્વાસ થંભાવતો વીડિયો વાયરલ

ચંપત રાયે કહ્યું કે, 'પ્રયાગરાજમાં 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન છે. આ દિવસે અંદાજીત 10 કરોડ લોકો ગંગા સ્નાન કરશે. બીજું કે, પ્રયાગરાજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભક્તો ટ્રેન અને હાઈવે રોડ બંને માર્ગેથી અયોધ્યા આવી રહ્યા છે.'

તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યા ધામની વસ્તીને જોતા લાગે છે કે આટલી મોટી સંખ્યામાં આવનાર લોકોને રામલલાના દર્શન કરવામાં તકલીફ પડી શકે છે. આ કારણોસર નજીકના વિસ્તારના શ્રદ્ધાળુઓ 15-20 દિવસ પછી દર્શન માટે અયોધ્યા આવે તેવી વિનંતી છે.

44 ઘાટનો વિકાસ થયો

મૌની અમાવસ્યા પર આવનારા કરોડો ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 12 કિલોમીટરના વિસ્તારમાં વિકસિત 44 ઘાટો પર સ્નાન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ તહસીલદારની સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

ઘાટ પર તૈનાત IAS-IPS

સંગમ કિનારે ઘાટની સાથે જ ઐરાવત ઘાટ અને અરેલ ઘાટ છે, ત્યાં ADM અને SDM રેન્કના IAS અધિકારીઓ અને PCS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજ સહિત આસપાસના 10 જિલ્લાના ડીએમ અને એસપીની પણ નિમણૂક કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prayagraj Ayodhya Mahakumbh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ