બ્રેકિંગ ન્યુઝ
VTV / Fourth wave of corona in India could be as dangerous as Delta: Scientists warn, start time given
ADVERTISEMENT
ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને ચર્ચા જાગી છે. વૈજ્ઞાનિકોને પાકા પાયે ખાતરી છે કે મે-જુનની આસપાસ કોરોનાની ચોથી લહેર આવશે. સરકાર અને લોકો પાસે હજુ તૈયારીનો બે મહિનાથી વધારે સમય છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ એક ગણિતના મોડલનો ઉપયોગ કરીને ભારતમાં કોરોનાની ચોથી લહેરની મોટી આગાહી કરી છે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની બીજી અને ત્રીજી લહેરની આગાહી સચોટ નીકળી હતી અને હવે તેણે ચોથી લહેર અંગે પણ આગાહી કરી છે જે ભારતની ચિંતા વધારી શકે છે.
.gif)
ADVERTISEMENT
ભારતમાં મે-જુનમાં આવશે કોરોનાની ચોથી લહેર
વૈજ્ઞાનિક અને ગણિતના મોડલને આધારે તેમણે કહ્યું કે ભારત સહિત દુનિયામાં મે મહિનાથી લઈને જુનની વચ્ચે કોરોનાની ચોથી લહેર આવશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચોથી લહેર ડેલ્ટા જેવી ખતરનાક બની શકે છે.
ચોથી લહેરમાં ભારતમાં હજારો કેસ આવી શકે
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચોથી લહેરમાં ભારતમાં હજારો કેસ આવી શકે છે અને તે ભયાનક પણ બની શકે છે. સરકાર અને લોકોએ અત્યારથી તૈયારી રાખવી જોઈએ.
.jpg)
ADVERTISEMENT
ડેલ્ટા પરિવારનો આગામી વેરિએન્ટ હોઈ શકે છે
વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે કે કોરોના આપણી વચ્ચે છે. તેના વેરિએન્ટ આવતા રહેશે. એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી હવે વાયરસની ઉત્ક્રાંતિનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિક એન્ડ્ર્યુ રામબૌતે નેચર જર્નલને જણાવ્યું હતું કે ચોથી લહેરમાં કોરોના ડેલ્ટા અથવા આલ્ફા-વંશનો હોય તે ખૂબ જ શક્ય છે.' તેમણે સમજાવ્યું કે તેમાં રોગપ્રતિકારક શક્તિમાં પ્રવેશવાની પૂરતી ક્ષમતા હોઈ શકે છે જેથી ઓમિક્રોનને પાછળ છોડી શકાય.
ADVERTISEMENT
2022ના અંત સુધીમાં કોરોના બની જશે સામાન્ય વાયરસ
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે 2022ના અંત સુધીમાં કોરોના ધીરે ધીરે સામાન્ય વાયરસની જેમ સિઝનલ વાયરલમાં ફેરવાશે. સાથે જ એક્સપર્ટનું માનવું છે કે ચોથી લહેર કેટલી ખતરનાક હશે, તે પણ વેરિએન્ટના પ્રકાર, કેટલી ઝડપથી મલ્ટીપ્લેટ થઈ રહી છે અને કેટલા લોકોને વેક્સીન આપવામાં આવી છે તેના પર નિર્ભર કરશે. ડોકટરોનું કહેવું છે કે જેમણે બીજો ડોઝ લીધો ન હતો તેમને તે મળવો જોઈએ. સાથે જ હેલ્થ વર્કર, સિનિયર સિટીઝન અને જેમને આ બીમારીના કારણે વધુ જોખમ છે તેમણે બુસ્ટર ડોઝ લેવો જોઈએ. સાથે જ કોરોનાથી બચાવવાનો સૌથી સારો રસ્તો માસ્ક છે, જે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT