ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આ જંતુ દેખાય તો ચેતજો, ગુજરાતમાં નવી બીમારીથી 4 બાળકોના મોત, જાણો લક્ષણો

4 બાળકોનો ભોગ / ચેતજો, આ જંતુએ ગુજરાતમાં ફેલાવ્યો મારી નાખે એવો વાયરસ, જાણો લક્ષણો

Last Updated: 04:55 PM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચાંદીપુરા નામનો એક નવો વાયરસ ફેલાયો છે અને અત્યાર સુધી તેનાથી 4 બાળકોના મોત થયાં છે.

ADVERTISEMENT

ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાયરસે દેખા દીધી છે. આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં તેને કારણે 4 બાળકોના મોત થયાં છે જ્યારે 2ની સારવાર ચાલી રહી છે.

ચાંદીપુરાના કયા કયા લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે.

કોણ છે મૃતક બાળકો

સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાનું કહેવું છે કે તમામ છ બાળકોના લોહીના નમૂના પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ 10 જુલાઈએ ત્યાં ચાર બાળકોના મૃત્યુ બાદ ચાંદીપુરા વાયરસ અંગે શંકા વ્યક્ત કરી હતી. જે બાદ બાળકોના સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા. સુતરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાનો અને બે પડોશી અરવલ્લી જિલ્લાના હતા, જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું હતું. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બે બાળકો પણ રાજસ્થાનના છે.

વધુ વાંચો : સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, નિપજ્યાં 4 બાળકોના મોત, તંત્ર દોડતું થયું

માખીઓને મારવાનું કામ શરુ

આ વાયરસ માખીઓ દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે.

કયા જંતુઓ ફેલાવે છે

ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat chandipura Gujarat chandipura virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ