બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / Politics / Former CM of Maharashtra and veteran Shiv Sena leader Manohar Joshi passed away

દુઃખદ / મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Vishal Khamar

Last Updated: 10:51 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે શુક્રવારે સવારે 3.02 કલાકે 86 વર્ષની વયે હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ્યારે 86 વર્ષીય મનોહર જોશીની તબિયત બગડવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને તરત જ હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. આઈસીયુમાં ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


મનોહર જોશીના પાર્થિવ દેહને તેમના હાલના નિવાસ સ્થાન રૂપારેલ કોલેજ, માટુંગા વેસ્ટ ખાતે સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમની અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

5 દાયકાની રાજકીય સફરનો અંત આવ્યો છે
લગભગ 5 દાયકાથી રાજકારણમાં સક્રિય રહેલા મનોહર જોશી રાજ્યના મુખ્યમંત્રી પણ હતા. તેમની રાજકીય કારકિર્દી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂ થઈ, ત્યારબાદ તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બન્યા અને પછી એનડીએ સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર બન્યા. 

મનોહર જોશી શિવસેનાના પહેલા સીએમ હતા

મહારાષ્ટ્રમાં 1955માં શિવસેના પહેલીવાર સત્તામાં આવી ત્યારે તેણે ભાજપ સાથે સરકાર બનાવી હતી. શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાળ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્ય પ્રધાન તરીકેનો તાજ પહેરાવ્યો હતો, આ રીતે જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું બિરુદ મેળવ્યું હતું. મનોહર જોશી 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી, 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ