બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Forecast of heavy rain in Gujarat with thundershowers, gathering of more than 40 world leaders in Delhi

2 મિનિટ 12 ખબર / આ તારીખથી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં વિશ્વના 40થી વધુ નેતાનો જમાવડો

Dinesh

Last Updated: 07:41 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી કરાઇ છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. વાત જાણે એમ છે કે, વડોદરા, તાપી, પાટણ સહિતના જિલ્લાઓને ભીંજવવા મેઘરાજા તૈયાર છે. હવામાનની આગાહીને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અલગ જ ચમક જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે. આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.  ચાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદમાં વરસાદની આગાહી છે.

Meteorological department predicted rain for next 5 days

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, આગામી દિવસોએ વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઇ છે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે. 

ગાંધીનગરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરનાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જીલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર અને વિજયનગર તાલુકામાં વરસાદ પડ્યો હતો. વિજયનગર તાલુકામાં 40 દિવસ બાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો. ત્યારે વિજયનગરનાં પોળો ફોરેસ્ટ, તેજલ ખરોલ અને સામતેલા, મોજાળીયામાં વરસાદી માહોલ છવાયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. 

Rain lashed this district of Gujarat including Mehsana, Kheda, Banaskantha

CAG Report On Corruption in Ayushman Yojana : ગુજરાતની હોસ્પિટલોમાં આયુષ્માન યોજનામાં ભ્રષ્ટાચારને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, CAG રિપોર્ટ માં પૈસાના ખેલનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ દર્દીના મોત બાદ પણ સારવાર બતાવાઈ હોવાનો ખુલાસો CAG રિપોર્ટ માં થયો છે. આ સાથે 13860 દર્દી માત્ર કાગળ પર હોવાનું પણ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યની આયુષ્યમાન યોજના હેઠળની હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, હોસ્પિટલ તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર થયાનો CAGના રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ CAG રિપોર્ટમાં હોસ્પિટલ દ્વારા સરકાર પાસેથી નાણા પડાવવા રચાતા કારસાનો ભાંડો ફૂટ્યો છે.

Salangpur Temple Controversy News : અવિચલદાસ મહારાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની તરફેણ કરવામાં આવતા કેટલાક સાધું સંતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાધુ-સંતો અવિચલદાસ મહારાજની સામે વિરોધ નોંધાવ્યો છે. જે સમગ્ર મામલે જ્યોર્તિનાથ મહારાજ બાદ હર્ષદભારતી બાપુ નિવેદન સામે આવ્યું છે. હર્ષદભારતી બાપુએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે સમાધાનનો પ્રયત્ન ન કરો અને આંદોલન અમે સાધુ સંતોએ શરૂ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી માંગ નહી સંતોષાય ત્યાં સુધી સમાધાન નહી થાય. તમે સાધુ સંતોના કોઈ પ્રતિનિધિ નથી. સાહિત્યમાંથી વિવાદાસ્પદ લખાણ દૂર નહી થાય ત્યાં સુધી સમાધાન નહી. અત્રે જણાવી દઈએ કે, અમદાવાદમાં અવિચલદાસ મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની તરફેણમાં નિવેદન આપ્યું હતું.

Ambaji Temple VIP Darshan Stop : અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા છે. યાત્રાધામ અંબાજીમાં વર્ષેદહાડે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. જોકે તાજેતરમાં જ VIP દર્શનને લઈ અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા. જેને લઈ હવે મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરાયા છે. 

હનુમાનજીને લઈ સાળંગપુર મંદિર ખાતે લગાવવામાં આવેલ ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે. ત્યારે હવે બીજો નવો વિવાદ ઉભો થવા પામ્યો છે. ત્યારે ગત રોજ જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતે આવેલ ઈસ્કોન સંસ્થામાં નંદ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસ્કોનનાં પ્રવક્તાએ હનુમાનજીને લઈ બફાટ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા ફરી હનુમાનજીને લઈ નવો વિવાદ સર્જાયો છે.આ બાબતે ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજીએ જણાવ્યું હતું કે,  પાંચ હજાર વર્ષ પહેલા ભારત વર્ષ આખું અખંડ હતું.  જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, લોસ એન્જેલેસ એવી રીતે ખંડિત થઈ ગયું ભારત. ત્યારે હરે કૃષ્ણ મંત્ર જે છે એ ફરી આખા ભારતને અખંડ બનાવશે એવો અમારો પ્રયાસ છે. ભગવાન તો એક જ છે શ્રી કૃષ્ણ બાકી બધા ભગવાનનાં અંશ છે અથવા તો ભગવાનનાં અવતાર છે. સનાતન ધર્મ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હનુમાનજી ભગવાન શ્રી રામનાં દાસ છે. ત્યારે ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર ઉદાહરણ છે. ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે, તમે રામની જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનું નામ લો, જે બાદ હનુમાનજીએ કહેલ કે હું એ નામ નથી લઈ શકતો.   

After Swaminarayan, ISKCON organization's scandal over Hanumanji

રાજ્યમાં ફરી એકવાર TRB જવાનનો તોડ કરતો વિડીયો સામે આવ્યો હતો. અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વિડીયોમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો હોવાનું દેખાઈ રહ્યું હતુ. જો કે, તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી કરાઈ છે. VTVના અહેવાલ બાદ 2 TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે.  

 ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કાર્ય પદ્ધતિમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. ત્યારે ધો. 10 અને 12 નાં સામાન્ય પ્રવાહમાં હવે ઉમેદવાર પરીક્ષા આપી શકશે. ચાલુ વર્ષે  ઉમેદવાર ખાનગી ઓપન સ્કૂલ મારફતે પરીક્ષા આપી શકશે. તેમજ માધ્યમિક વિભાગમાં 9 અને 10 તથા ઉચ્ચતર માધ્યમિકમાં ધો. 11 અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થી તરીકે રજીસ્ટ્રેશન કરી શકાશે.ક્યારે શાળામાં નથી ગયા અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધી છે તેવા વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. ઓપન સ્કૂલમાં કોઈ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહી. તેમજ દરેક તાલુકામાં એક માધ્યમિક શાળાને સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા પણ નિયમિત વિદ્યાર્થીઓની સાથે લેવાશે. 

A major change in the functioning of Gujarat State Open School, private candidates will get these benefits

દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ 2023નું જબરદસ્ત આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત માટે મોટી તક સમાન આ G20 મા સમુહમાં સમાવિષ્ટ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ અને નવ મહેમાન દેશોના સબંધીતો કોન્ફરન્સમાં સહભાગી થવા માટે દિલ્હી આવી રહ્યા છે. જેના ભાગરૂપે યુએસ પ્રમુખ જો બાઇડન G20 નવી દિલ્હી પહોંચ્યા છે. જ્યા એરપોર્ટ પર ઉતર્યા બાદ બાઇડન સીધા લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને બાયડને  G20 સમિટ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. જે સંપન્ન થયા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર માહિતી શેર કરી હતી.

આ વર્ષે ચોમાસામાં ઓગસ્ટ મહિનો મોટા ભાગનાં રાજ્યોમાં કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે ત્યારે ચોમાસું હજુ પણ દેશનાં કેટલાંક રાજ્યોમાં હળવા વરસાદ અને અન્ય સ્થળોએ ગરમીનું વલણ બતાવી રહ્યું છે. ચોમાસાના આ વલણના કારણે દેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઇ રહી છે. આવી સ્થિતિમાં ભેજવાળી ગરમી લોકોને હેરાન-પરેશાન કરી રહી છે, જોકે આ વાતાવરણ વચ્ચે ભારતીય હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશનાં ૧૯ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતનાં રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી મોન્સૂન એક્ટિવ રહેશે, તેના લીધે ભારતના આ ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિ‌રિ, ધુલે, જલગાંવ અને નાસિક જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

IMD issues alert in 19 states of India including Gujarat Maharashtra Delhi and Uttarpradesh

એશિયા કપ 2023માં સુપર-4 મેચનો પણ પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને પછાડી 7 વિકેટે જીત પોતાને નામ કરી છે. આવી સ્થિતિ વચ્ચે સુપર-4ની બાકીની 5 મેચો કોલંબોમાં યોજાવા જઇ રહી છે. જોકે 10 દિવસ સુધી કોલંબોમાં વરસાદની શકયતા હોવાથી મેચ સામે જોખમ ઝળુંબી રહ્યુ છે ખાસ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ખરાખરીનો ખેલ યોજાશે. ત્યારે આ મેચને લઈને ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેને લઈને વિવાદ છેડાઈ તો નવાઈ નહિ!. આયોજકો દ્વારા ભારત અને પાકિસ્તાનની મેચને લઈને રિઝર્વ ડે રખાયો છે. જેનો મતલબ એવો છે કે જો 10મી સપ્ટેમ્બરે વરસાદ સહિત કોઈ વિઘ્ન આડે આવે તો 11મી સપ્ટેમ્બરે મેચ યોજાશે. આ અગાઉ ગ્રુપ રાઉન્ડમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન મેચમાં આયોજકોની ભૂલો પર સવાલ ઉઠ્યા હતા.

Controversy in Asia Cup 2 teams out of finals due to new rules

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ