બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / For the last few days Monsoon has gathered heavily in Gujarat

હવે ચોમાસું જામ્યું / કોઝ-વે ઓવરફ્લો, ગામડાઓ બેટમાં પરિવર્તિત, રસ્તાઓ બંધ, મંદિર પાણીમાં ગરકાવ, મેઘતાંડવ બાદ જુઓ ગુજરાતમાં ક્યાં કેવી સ્થિતિ

Malay

Last Updated: 03:32 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અષાઢી મેઘે બરાબરની જમાવટ કરી છે. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો તકલીફમાં મુકાઈ ગયા છે.

  • ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો 
  • રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી
  • કોઝ-વે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોની મુશ્કેલી વધી
  • વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ 

ગુજરાતમાં આગામી  5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી ટ્રફ અને સરક્યુલેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ચારે કોર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. નદી-જળાશયોમાં વરસાદી પાણીની આવક થઈ છે. તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. કોઝ-વે પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

આજે ગુજરાતના 89 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ચોમાસાએ જોરદાર જમાટવટ કરી છે. કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે પંચાયત હસ્તકના 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વ્યારાના 3, ડોલવણના 2, વાલોડના 3 રસ્તા બંધ કરાયા છે. જ્યારે સોનગઢના પંચાયત હસ્તકના 15 રસ્તા બંધ કરાયા છે. 

ઝૂલવણ ખાડી ઉપર પાણી ફરી વળ્યા
વલસાડ જિલ્લામાં અવિરત વરસાદના કારણે ઝૂલવણ ખાડી ઉપર પાણી ફરી વળ્યા છે. ચીંચાઈ અને કોસમ કુવા વચ્ચેથી ખાડી પસાર થાય છે. ખાડી ઉપર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ છે. આ ઉપરાંત કોઝ-વે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. 

વાપીમાં ભારે વરસાદને કારણે ભરાયા પાણી
વલસાડ જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડના વાપીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે.  જેના કારણે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી નિષ્ફળ નીવળી છે. સુલપડ વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા છે. આંબેડકરનગરમાં રહેતા લોકો 2 દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. વરસાદી પાણી ભરાતા ઘરની સાધન સામગ્રી પલળી જતાં ભારે નુકસાન થયું છે.  પાલિકાની બેદરકારીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. 

કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ
નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે કાવેરી નદી ઉપરનો કોઝ-વે ઓવરફ્લો થયો છે. 19 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો નવસારીના જલાલપોરના વેસ્મા ગામની મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. 

બલેશ્વર ગામે ખાડીમાં આવ્યું ઘોડાપૂર
સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે.  કડોદરા સુરત સ્ટેટ હાઈવે પરના સર્વિસ રોડ પર ટ્રક ફસાઈ છે. છેલ્લા 2 દિવસમાં ત્રણથી વધુ ટ્રક ફસાવવાની ઘટના બની છે.  હાઈવે પર ટ્રક ફસાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને પગલે પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. પાણીને લઈ નેશનલ હાઇવે તરફ જવાનો રસ્તો બંધ થયો છે. ખાડીમાં પાણીની આવક થતાં બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ખાડીમાં પાણી આવક થતાં તુંડી, બગુમરા ગામે જવાનો રસ્તો બંધ થયો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો છે.

સનિયા અહેમદ ગામમાં પાણી ઘૂસ્યા
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ ખાડીઓના પાણીના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. સુરતના છેવાડે આવેલા સનિયા અહેમદ ગામમાં પાણી ઘૂસ્યા છે. ગામના પાદરમાં પાણી ઘૂસતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ
ખેડા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ગળતેશ્વરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. સેવાલીયા, ડાકોર, આગરવા, બડેવિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપડવંજ શહેરમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનને લઈ લોકોએ ગરમીથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

નડિયાદમાં ધોધમાર વરસાદ
નડિયાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસ્યો વરસાદ છે. ખેડાના સેવાલીયામાં ભારે વરસાદ ખાબકતા વરસાદી પાણી સેવાલીયાની SBI બેંકમાં ઘૂસી ગયા છે. ATMમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. બેંકમાં બે દિવસમાં બીજીવાર પાણી ઘૂસ્યું છે. જોકે, અધિકારીએ સમયસર ફાઈલો ખસેડી દેતા નુકસાન ટળ્યું છે. આ ઉપરાંત સેવલીયાના બજાર અને રોડ ઉપર પાણી જ પાણી થઈ ગયું છે.  આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વિઝીબીલીટીમાં ઘટાડો થયો છે.

માલપુરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ
અરવલ્લીમાં ચારેતરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના માલપુરમાં  અડધો કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માલપુરના ગેલેક્સી કોમ્પ્લેક્સની દુકોનોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. ધનસુરાનગરમાં પણ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. મોડાસા-કપડવંજ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

આણંદપુર ડેમ ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરને પાણી પુરુ પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 100% પાણીની આવક થઈ છે. ડેમની સપાટીમાં વધારો થતાં વંથલી તાલુકાના 5 ગામને અલર્ટ કરાયા છે.  જૂનાગઢના રાયપુર, સુખપુર, મેંદરડા, નાગલપુર ગામ અલર્ટ કરાયા છે. 

ગીર સોમનાથના તાલાલા ગીરમાં વરસાદ
ગીર સોમનાથના તાલાલા ગીરમાં સતત 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.  ધાવા, અમરવેલ, સુરવા, માધુપુર અને આંકોલવાડી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ઉનામાં સતત વરસાદથી બજારમાં પાણી ભરાયા છે. બજારમા પાણી ભરાતા સ્થાનિકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.



કચ્છમાં ધોવાયો રસ્તો
કચ્છમાં ભારે વરસાદથી બે ગામોનો જોડતો રસ્તો ધોવાઈ ગયો છે. છછી અને લેઠડી ગામને જોડતો રસ્તો ધોવાયો છે. જેના કારણે લોકો JCBની મદદથી અવરજવર કરવા મજબૂર બન્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Monsoon gujarat rain rain in gujarat ભારે વરસાદ મેઘરાજાની બેટિંગ Gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ