બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / foods to avoid in high blood pressure know high bp diet tips janiye high bp me kya nahi khae samp
ADVERTISEMENT
કેટલીક ચીજ વસ્તુઓને તમારા ડાયટ મેનુમાંથી હટાવી તમે હાઈ બ્લડ પ્રેશરને તમે નિયંત્રણમાં લાવી શકો છો. આ ચીજ વસ્તુઓનું સેવન હાઈ બીપીના દર્દીએ ભૂલથી પણ ના કરવુ જોઈએ.
મીઠાનું સેવન ટાળવુ
ADVERTISEMENT
હાઈ બીપીના દર્દીએ મીઠાના સેવન પર ખૂબ ધ્યાન આપવુ જોઈએ. તમારે ફક્ત પ્રમાણસર મીઠાનું સેવન કરવુ જોઈએ. કારણકે વધુ માત્રામાં મીઠાનુ સેવન કરવાથી રક્ત વાહિનીઓ સંકોચાઈ જાય છે અને શારીરીક અવયવો સુધી પહોંચતો ઓક્સિજન અને લોહીનો પ્રવાહ ઘટી જાય છે. જેનાથી હાર્ટ પર ગંભીર દબાણ થાય છે.
દારૂ
ADVERTISEMENT
જે લોકો દારૂ પીવે છે, તેમાં હાઈબીપી થવાની શક્યતાઓ ખૂબ હોય છે. કારણકે દારૂના સેવનથી કેલેરી મળે છે. જેના કારણે અનિચ્છનીય રીતે વજન વધી જાય છે. વધુ વજન હોવાને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

ADVERTISEMENT
કેફીન
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને કેફીનનું સેવન ખૂબ સંતુલિત માત્રામાં કરવા માટે કહેવામાં આવે છે. કારણકે તેનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધે છે. અમુક સંશોધન મુજબ, કેફીન શરીરમાં એવા હોર્મોન્સને બ્લોક કરી નાખે છે, જે રક્ત વાહિનીઓને પહોળી રાખવામાં મદદ કરે છે. તો અમુક સંશોધન જણાવે છે કે કેફીનથી adrenalineનું ઉત્પાદન વધી જાય છે, જે બ્લડ પ્રેશર વધવાનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
ચરબીયુક્ત ખોરાક
હાઈબીપીના દર્દીઓ માટે ચરબીયુક્ત ખોરાકનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. કારણકે આ ખોરાકથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર વધી જાય છે. જેના કારણે વજન પણ વધે છે. વધારે વજન હાઈબ્લડ પ્રેશરની સમસ્યાને પેચીદી બનાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.