બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Folk singer Kirtidan Gadhvi honored in Rajkot
Mehul
Last Updated: 07:26 PM, 29 November 2021
ADVERTISEMENT
લોકગાયક કિર્તીદાન ગઢવીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અમેરિકાના પ્રવાસથી કિર્તીદાન ગઢવી પરત ફર્યા છે. કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં બે મહિનામાં 33 શો કર્યા છે. લોક કલાકાર કિર્તીદાન ગઢવીને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા હતાં. તેમજ વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. અમેરિકા સ્થિત ન્યુજર્શી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ CEO મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા કિર્તીદાન ગઢવીને સનમાનિત કરવામાં આવ્યા હતાં. આ સંસ્થાએ વિદેશની ધરતી પર કિર્તિદાન ગઢવીના 33 થી વધુ પ્રોગ્રામ કર્યા છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ કેટેગરીમાં કિર્તીદાનનું નામ સમાવીને ન્યુજર્શી ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વડોદરાની પરફોર્મિંગ આર્ટસ'નાં વિદ્યાર્થી
વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ કોલેજમા સંગીતના વિધાર્થી રહેલા કીર્તીદાનને સુગમ કરતા ચારની સાહિત્યમાં વધુ રસ હતો. અભ્યાસકાળ દરમિયાન જ નાના નાના લોકડાયરા અને વડોદરાના ગરબામાં 'ગહેક્તા' પણ નારાયણ સ્વામીના સત્સંગ પછી તેમની દિશા ફરી ગઈ અને કીર્તીદાન પૂર બહારમાં ખીલ્યા. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ વિદેશમાં તેમના નામના ;કીર્તિ તોરણ'બંધાયા. રવિવારે જ અમેરિકાથી પરત આવેલા કીર્તીદાન ગઢવીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.
'લાડકી'ફાઉન્ડેશનથી ગરીબ બાળકીઓની સેવા
ઉલ્લેખનીય છે કે, ગરીબ બાળકીઓના અભ્યાસ - ઉછેર માટે તેમણે 'લાડકી'ફાઉન્ડેશન નામક ટ્રસ્ટ બનાવ્યું છે. અમેરિકામાં જ તેમનાં ટ્રસ્ટને કરોડો રૂપિયાનું અનુદાન મળ્યું છે. લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ માટે આ ટ્રસ્ટ થકી સહાય કરતા રહેશે. અમેરિકામાં કીર્તીદાન ગઢવીએ જ્યાં જ્યાં કાર્યક્રમ કર્યા ત્યાં લાખો રૂપિયના ડોલર્સનો વરસાદ થયો હતો. માણો, આ વિડીયોમાં કીર્તીદાનની એક ઝલક
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.