બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Flood' in Anand: District Agriculture Department made 20 teams and conducted survey

તારાજી / આણંદમાં નુકસાની ભર'પૂર': જિલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી હાથ ધર્યો સરવે, આટલા સમયમાં રિપોર્ટ રજૂ આદેશ

Vishal Khamar

Last Updated: 09:46 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં મહી નદીમાં પુરનાં કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. જેને લઈ જીલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી સર્વે હાથ ધર્યો હતો. ગ્રામ સેવકો અને તલાટીઓને સર્વેની કામગીરી સોંપાઈ છે.

  • મહી નદીમાં પૂરની અસર બાદ સરવેની કામગીરી 
  • 20 ટીમ બનાવી હાથ ધર્યો સરવે
  • એક સપ્તાહમાં નુકસાનીનો રિપોર્ટ બનાવવા આદેશ 

જિલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી હાથ ધર્યો સરવે
આણંદની મહી નદીમાં પુરની અસરને પગલે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. જીલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી સર્વે હાથ ધર્યો હતો. ગ્રામ સેવકો અને તલાટીઓને સર્વેની કામગીરી સોંપાઈ છે. મહી નદીકાંઠે આવતા 17 ગામોમાં સર્વે થશે. પુરનાં કારણે પાક નુકશાનીનો સર્વે કરાશે. પુરનાં પાણી ઓસરતા જ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. એક સપ્તાહમાં નુકશાનીનો રિપોર્ટ તૈયાર કરવા તંત્ર દ્વારા આદેશ આપ્યો છે. 

કૃષિમંત્રી પૂરના કારણે કૃષિમાં નુકસાન સહિતની બાબતો પર કરશે સમિક્ષા
તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પુરે ભારે તારાજી સર્જી છે. પુરગ્રસ્ત વિસ્તારની કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાત કરશે. નર્મદા નદીમાં પૂરમાં થયેલ નુકશાન બાબતે કૃષિ મંત્રી સમીક્ષા કશે. તેમજ પુરનાં કારણે કૃષિમાં નુકશાન સહિતની બાબતો પર સમીક્ષા કરશે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિકો સાથે કૃષિમંત્રી ચર્ચા કરશે.

કેળના પાકમાં પાણી ફરી વળતા બળી ગયો પાક
ભરૂચનાં અંકલેશ્વરનાં અનેક ગામોમાં નર્મદાનાં પુરને લઈ ભારે નુકશાન થયું છે. કંશીયા અને માંડવા ગામે કેળનાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. કેળનાં પાકમાં પાણી ફરી વળતા પાક બળી ગયો હતો. કેળનો ભાવ 200 રૂપિયા મણથી ઘટીને 50 રૂપિયા થયો હતો. હેક્ટર દીઢ રૂપિયા 2 લાખની સહાય કરવા ખેડૂતોની માંગ છે. 
 

કોઇલી ગામના 8થી 10 ઘરો નદીના પ્રવાહમાં તણાયા
ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં કોયલી ગામે ભારે નુકશાન થવા પામ્યું છે. નર્મદા નદીનાં તટે આવેલ કોયલી ગામમાં પુરનાં કારણે ઘરમાં પાણી ઘુસી ગયા હતા. શ્રમજીવી પરિવારોનાં ઘરમાં ઘરવખરીનો સામાનનો નાશ થયો છે. હજુ સુધી કોઈ સર્વે કરાયો નથી. અનાજ પણ પલળી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોઈલી ગામનાં 8 થી 10 ઘરો નદીનાં પ્રવાહમાં તણાયા હતા. 

રાજ્યમાં પુરના લીધે ખરીફ પાક તેમજ કપાસને થયું નુકસાન 
રાજ્યમાં કુલ 85.48 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં નર્મદા જીલ્લામાં 97 હજાર હેક્ટર, ભરૂચ જીલ્લામાં 2 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે રાજ્યમાં 26.82 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, 16.35 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, 8.71 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરનાં લીધે ખરીફ પાક તેમજ કપાસ સહિતનાં પાકને નુકશાન થયું છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ